ખબર

મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત પોલીસે બળદગાડાને પણ ફટકાર્યો 1000 નો દંડ અને પાછળથી જે થયું એ…

16 સપ્ટેમ્બરથી ભારતભરમાં ન્યુ મોટર વ્હીકલ એક્ટ અનુસાર કોઈ પણ ટ્રાફિકના નિયમન પાલન નથી કરતું તેને દંડ ફટકારવામાં આવે છે. જેમાં લાખોનો દંડ શામેલ છે.

તો આ દંડની સાથે અજીબો-ગરીબ દંડ પણ આપતા નજરે ચડ્યા છે. જેમાં કારમાં હેલ્મેટના પહેરવી સાઇકલ સવારને દંડ ફટકારવા જેવી બાબતો શામેલ છે. ત્યારે હાલમાં જ એક નવી ઘટના સામે આવી છે.

Image Source
Image Source

પોલીસે દહેરાદૂનમાં મોટર વ્હીકલ એક્ટ અનુસાર બળદગાડીનું ચલણ ફાડ્યું હતું. દહેરાદુનમાં ચરબાગામમાં રિયાઝ હસન પર 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક અખબારને મળેલા રિપોર્ટ અનુસાર, હસનને તેનું બળદગાડું તેના ખેતર પાસે રાખ્યું હતું. સબ ઇન્સ્પેકટર પંકજ કુમાર તેની પોલીસ ટિમ સાથે તપાસમાં હતા. ત્યારે આ બળદગાડું જોવા મળ્યું હતું. જ્યાં તેઈ સાથે કોઈ મૌજુદ ના હતું.

Image Source

આ બાદ બળદગાડાના માલિકને પુછપરછમાં તેનું નામ હસન સામે આવ્યું હતું. પોલીસે આ બળદગાડાને ચલાવીને ઘર સુધી પહોચાડ્યું હતું. સાથે જ મોટર વ્હીકલ એક્ટ સેક્શન 81 અનુસાર 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Image Source

એક અખબાર સાથેની વાતચીતમાં હસને કહ્યું હતું કે, મને પોલીસે દંડ કેમ ફટકાર્યો? કારણ કે બળદગાડુ તો મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત નથી આવતું. પોલીસને આ વાતનો અહેસાસ થતા તેનું ચલણ રદ કરવું પડ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks