ખબર

ઓહ માય ગોડ- ગુજરાતમાં આ જગ્યાએ આજે 5000નો મેમો ફાટ્યો- જાણો વિગત

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટ્રાફિક નિયમો આજથી રાજ્યમાં અમલમાં આવ્યા છે. ત્યારે હવે વાહનચાલકોને આ નવા નિયમો અનુસાર, દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતમાં પણ જુદી-જુદી જગ્યાએ નવા ટ્રાફિક નિયમોની અસર જોવા મળી રહી છે.

ત્યારે સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફિટનેસ સર્ટિફિકેટ ન હવાને કારણે આઈસર-ટ્રકને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરતના રિંગરોડ પર આવેલા એક માર્કેટમાંથી કાપડનો જથ્થો ભરીને ડિલિવરી કરવા માટે નીકળેલા આઇસર ટ્રકને સહારા દરવાજા પાસે ટ્રાફિક પોલીસે રોક્યા.

ત્યારે ટ્રકના ચાલક ગોવિંદભાઇ પટેલ પાસેથી બધા જ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા, પણ ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ ન હતું, જેથી તેમના પર 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જો કે આ દંડની રકમ ટ્રકના ચાલક ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી દીધી હતી.

Image Source

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લાદવામાં આવેલા આ દંડની રસીદની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સાથે જ ગુજરાતના મોટાભાગના શહેરોમાં નવા નિયમોની અસર જોવા મળી રહી છે. સુરતમાં પહેલા માત્ર 10 ટકા લોકો જ હેલમેટ પહેરતા હતા, જયારે દંડ ભરવાની બીકે 60 ટકાથી વધુ લોકોએ હેલમેટ પહેરવાનું શરુ કરી દીધું છે. સાથે જ કારચાલકોએ સીટબેલ્ટ પણ લગાવવાનો શરુ કરી દીધો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks