ખબર

24 વર્ષીય યુવતીને 31 વર્ષના જેલના કેદી સાથે થઇ ગયો પ્રેમ, ઉઠાવ્યું એવું કદમ કે જાણીને થઇ જશો હેરાન

કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડેલ માનવી દુનિયાની પરવાહ કયારે પણ નથી કરતો. માણસ જયારે પ્રેમમાં પડે છે ત્યારે જિંદગીને લઈને તેની માન્યતા બદલાઈ જાય છે. પ્રેમમાં પડેલ માણસને સાચું ખોટું કયારે પણ નથી જોતો. માણસ પ્રેમમાં કંઈ પણ કરી શકે છે. પ્રેમમાં પડેલા માણસની ડીક્ષનરીમાંથી કોણ કેવું વિચારશે ? શું કહેશે ? એ શબ્દ જ ગાયબ થઇ જાય છે. સ્કોટલેન્ડની એડિવલ જેલમાં એક એવી ઘટના બની કે, જે જાણ્યા બાદ લોકો દંગ રહી ગયા હતા.

સ્કોટલેન્ડની એડિવલ જેલમાં ગાર્ડ તરીકે કામ કરનારી 24 વર્ષીય યુવતીનો પ્રેમનો કિસ્સો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. ઘણા લોકો યુવતીની તારીફ કરે છે, તો ઘણા લોકો તેને બેવકૂફ બતાવે છે. આવો જાણીએ એવું તે શું થયું.

Image Source

સ્કોટલેન્ડના વેસ્ટ લેથીયન જેલમાં 24 વર્ષની ક્રિસ્ટી ડેવિડસન નામની યુવતી ગાર્ડ તરીકે કામ કરતી હતી. એક દિવસ આ યુવતીએ અચાનક જ નોકરી છોડી દીધી હતી. જે દિવસે ક્રિસ્ટીએ રાજીનામુ આપ્યું એ જ દિવસ 31 વર્ષીય કેડી જેમી બેટિંગ જેલમાંથી છૂટ્યો હતો. જેમી લાંબા સમયથી જેલમાં સજા કાપી રહ્યો હતો. પરંતુ આનો જવાબ સોશિયલ મીડિયાથી મળ્યો હતો.

Image Source

બન્નેએ તેના પ્રેમને છુપાવીને રાખ્યો હતો. જેમીએ જેલમાંથી છૂટ્યા બાદ અને ડેવીડસને નોકરી છોડ્યા બાદ બન્ને એક સાથે એક ફોટોમાં નજરે આવ્યા હતા. ક્રિસ્ટીએ તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા, જેમાં જેમી તેની સાથે હંસતી જોવા મળી હતી.

Image Source

ત્યારે લોકોએ પ્રતિક્રિયા આપી હતી. લોકોએ કહ્યું હતું કે, જેલમાં ડ્યૂટી દરમિયાન જ એવું કંઈક થયું હશે કે જેના કારણે ક્રિસ્ટીએ નોકરી છોડી જેમી સાથે રહેવાનો ફેંસલો લીધો હતો. બન્ને તેના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, જેમાં તે બન્ને સૌ બાજુમાં નજરે આવે છે. જયારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે મીડિયાકર્મીઓ જેલના અધિકારીઓ પાસે પહોંચ્યા હતા.

Image Source

જેલના અધિકારીઓએ પણ ચોંકાવનારી વાત કરી હતી. જેલમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે,આ એક મહિલા અને પુરુષનો અંગત મામલો છે જેમાં જેલ પ્રશાસન દખલ ના કરી શકે.