ખબર

તાલિબાનની ક્રૂરતા: આ પોલીસવાળાએ શરણાગતિ સ્વીકારી તો પણ ગોળી મારી, પછી લાશ સાથે….હે ભગવાન

સરેન્ડર કર્યું તો પણ તાલિબાનોએ ઠોકી દીધી ગોળી અને લાશ સાથે જે કર્યું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે

અફઘાનિસ્તાનની હાલ આજે સૌથી ખરાબ છે, આખી દુનિયાની નજર અફઘાનિસ્તાન ઉપર છે, તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર કાબુ મેળવી લીધા બાદ ત્યાં મોતનો માહોલ છવાયેલો છે, લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે અને આ દરમિયાન ઘણા એવા એવા વીડિયો સામે આવે છે જે જોઈને કોઈનું પણ હૈયું કંપી ઉઠે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમારા મોઢામાથી પણ આહ નીકળી જશે. તાલિબાનીઓની ઓળખ હવે તેમની ક્રૂરતા જ બની ગઈ છે. ભલે તે લોકોને શાંતિ અને નાગરીકોની સુરક્ષાના લાખ દાવા કરતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના હેરાત પાસે બાંદગીસ પ્રાંતના પોલીસ ચીફ હાજી મુલ્લા અચકજઈને મારી નાખ્યા.

સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળ્યું કે અચકજઈની આંખો ઉપર પટ્ટી બાંધેલી છે. તે ઘૂંટણિયા ઉપર બેસી ગયા છે. ચારેય બાજુથી તાલિબાની છોકરાઓ તેમને ઘેરીને ઉભા છે. જેના બાદ તાલિબાની છોકરાઓ તેમના ઉપર ધડાધડ ગોળીઓ વરસાવી રહ્યા છે.

તાલિબાની ક્રૂરતાનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય છે કે અચકજઈના મોત બાદ પણ તાલિબાની છોકરાઓ તેમના ઉપર ગોળીઓ વરસાવતા રહ્યા. તાલિબાનીઓ અચકજઈની શોધમાં હતા, તેમને અફઘાન સરકાર સાથે તાલિબાન વિરુદ્ધ લાંબા સમય સુધી ઇલડાઈ લડી હતી. અફઘાન સિક્યોરિટી એડવાઈઝર નાસીર વજીરે જણાવ્યું કે અચકજઈએ આત્મસમર્પણ પણ કર્યું હતું. તે છતાં પણ તાલિબાનીઓએ તેમને ના છોડ્યા અને ચારેય બાજુથી ઘેરી અને ગોળીઓથી મારી નાખ્યા.