મહિલા સંતાન સુખ પ્રાપ્તિ માટે ગઇ હતી મિર્ચી બાબા પાસે, બાબાએ કરી દીધો કાંડ પછી વિરોધ પર બોલ્યો- બાળક મંત્રથી નહિ આવી જ રીતે પેદા થાય

લોકસભા ચૂંટણી 2019માં દિગ્વિજય સિંહ માટે પ્રચાર કરીને ચર્ચામાં આવેલા વૈરાગ્યનંદ ગિરી ઉર્ફે મિર્ચી બાબાની ભોપાલ મહિલા પોલીસે ધરપકડ કરી છે. મિર્ચી બાબા પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિત મહિલાનો આરોપ છે કે તેને બાળક ન હોવાના કારણે તે બાબાને મળી હતી અને બાબાએ તેનો ફાયદો ઉઠાવીને તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. બાબાએ પીડિતાને આ વિશે કોઈને ન કહેવાની પણ ધમકી પણ આપી હતી. પીડિતાના નિવેદન બાદ મિર્ચી બાબા વિરુદ્ધ કલમ 376, 506 અને 342 હેઠળ FIR નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

મહિલા પર બળાત્કાર ગુજારવા બદલ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ભોપાલની એક મહિલાની ફરિયાદ પર FIR બાદ મિર્ચી બાબાની ગ્વાલિયરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મંગળવારે ભોપાલમાં લગભગ 4 કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ મિર્ચી બાબાને ભોપાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજર થતા પહેલા મિર્ચી બાબા કહેતા જોવા મળ્યા હતા કે તેને ફસાવી દેવામાં આવ્યો છે. પીડિતા રાજધાની ભોપાલના પડોશી જિલ્લા રાયસેનની રહેવાસી છે. તેણે પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્નને ચાર વર્ષ થયા છે.

તેને કોઈ સંતાન ન હોવાને કારણે તે મિર્ચી બાબાના સંપર્કમાં આવી હતી. બાબાએ પૂજા કરીને બાળક હોવાનો દાવો કર્યો હતો. તેણે તેણીને બોલાવી સારવારના નામે ગોળીઓ ખવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના આ વર્ષના જુલાઈ માસની છે, વિરોધ કરવા પર બાબાએ કહ્યું- ‘બાળક આવી રીતે જ થાય છે…’ આ પછી મહિલાએ સોમવારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જે બાદ મિર્ચી બાબાને મોડી રાત્રે ગ્વાલિયરથી ધરપકડ કરીને ભોપાલ લાવવામાં આવ્યો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. મિર્ચી બાબાને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહના ખાસ માનવામાં આવે છે.

એમપીની કમલનાથ સરકારમાં બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો પણ મળ્યો હતો.જણાવી દઇએ કે, એક દિવસ બાબાના કહેવાથી પીડિતા બાબાને મળવા ગઈ. બાબાએ રૂમમાં બોલાવીને ભભૂતી અને ગોળીઓ ખાવા માટે આપી. તે ખાધા પછી થોડીવાર રહીને તેને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન અવસ્થામાં પડી ગઇ. બાબાએ તેને બેડ પર બેસાડી દરવાજો બંધ કર્યો. પછી તેણે પીડિતાને બાહોમાં લીધી અને ગંદા કામ કર્યા.

થોડી હિંમત ભેગી કરીને તેણે બાબાને ધક્કો માર્યો. પરંતુ ચક્કર આવતા હોવાને કારણે તે વધુ પ્રતિકાર કરી શકી નહીં. મિર્ચી બાબાએ તેના પર બળાત્કાર કર્યો. તે બેહોશ થઈ ગઇ અને પછી થોડીવાર રહીને તેને જ્યારે હોશ આવ્યો ત્યારે તેને ખૂબ પીડા થઈ રહી હતી. ત્યાં નજીકમાં જ બાબા બેઠા હતા. પીડિતા નગ હતી. બાબા પણ સાવ નગ્હતા. તેણે બાબાને પૂછ્યું કે આવું કેમ કર્યું ? તેણે કહ્યુ કે, હું ફરિયાદ કરીશ હું છોડીશ નહિ. ત્યારે બાબાએ કહ્યું કે બાળકો મંત્રથી નથી થતા. આવી જ રીતે થાય છે. બાબાએ કહ્યુ કે, તમને એક ગોળમટોળ બાળક થશે.

પીડિતા આ દરમિયાન ચીસો પાડવા લાગી તો બાબાએ કહ્યું કે કોને ફરિયાદ કરશો. મને કંઈ નહીં થાય. કારણ કે હું નાગા બાબા છું. કોઈ માનશે નહીં કે મેં ખોટું કર્યું. ગ્વાલિયર પોલીસે આ મિર્ચી બાબાની 8 ઓગસ્ટની રાત્રે એક હોટલમાંથી ધરપકડ કરી હતી. આ હવસી બાબા પર 28 વર્ષની યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ બાબાનો જોરદાર જુગાડ મોટા નેતાઓ અને મંત્રીઓ સાથે પણ છે. પીડિત મહિલા રાયસેનની રહેવાસી છે.

Shah Jina