ખબર

1999માં નરેન્દ્ર મોદી કારગિલ ગયા હતા, જુવો બધી જ તસવીરો

કારગિલ યુદ્ધની જીતને આજે 20 વર્ષ પુરા થઇ ગયા છે, ત્યારે ૨૬ જુલાઈને આપણે કારગિલ વિજય દિવસ તરીકે ઓળખીએ છીએ. ત્યારે કારગિલ યુદ્ધને આજે 20 વર્ષ પુરા થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધ દરમ્યાન એ ક્ષેત્રની પોતાની મુલાકાત અને જવાનો સાથેની વાતચીત કરતા સમયની તસવીરો શેર કરી છે.

વડાપ્રધાન મોદીએ એ સમયની તસવીરો શેર કરતા લખ્યું, ‘વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમ્યાન મને કારગિલ જવાનો અને આપણા દેશના વીર સિપાહીઓની સાથે એકતા દેખાડવાનો સોનેરો મોકો મળ્યો હતો. આ એ સમય હતો, જયારે હું જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પોતાની પાર્ટી માટે કામ કરી રહ્યો હતો. કારગીલની યાત્રા અને સૈનિકો સાથેની વાતચીતનો અનુભવ હું ક્યારેય ભૂલી નહિ શકું.’

સાથે જ પીએમ મોદીએ ઓડિયો જારી કરીને ભારત માતાના વીર સપૂતોને યાદ કર્યા. તેઓએ કહ્યું, ‘કારગિલ વિજય દિવસ પર શૌર્યને સલામી. 20 વર્ષ પહેલા કારગીલમાં વિજયનો એ દિવસ એમની યાદમાં જે યુદ્ધથી ઘરે પરત ન ફર્યા, કારગીલમાં ભારતીય જીતના ગર્વની એ ક્ષણ, જય હિન્દ, જય ભારત, જય સેનાએ, જય જય સૈનિક…!’

તેમને ટ્વીટમાં કહ્યું, ‘કારગિલ વિજય દિવસ પર મા ભરતીના બધા જ વીર સપૂતોને હું દિલથી વંદન કરું છું. આ દિવસ આપણને આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ અવસર પર એ પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેઓએ માતૃભૂમિની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. જય હિન્દ.’

કારગિલ વિજય દિવસના આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘કારગિલ વીજય દિવસ આપણા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે 1999માં કારગિલના શિખરો પર આપણા સશસ્ત્ર બલોની વીરતાને યાદ કરવાનો દિવસ છે. આ અવસર પર, ભારતની રક્ષા કરવાવાળા યોદ્ધોની ધીરજ અને શૌર્યને નમન કરીએ છીએ. આપણે બધા જ શહીદો પ્રત્યે આજીવન ઋણી રહીશું.’

ભારતે 26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. કારગિલ યુદ્ધમાં ભારતની જીત બાદ દર વર્ષે ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માન માટે મનાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મે-જુલાઈ 1999માં કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયેલા સશસ્ત્ર સંઘર્ષનું નામ છે, જે લગભગ 60 દિવસો સુધી ચાલ્યું અને 26 જુલાઈએ તેનો અંત થયો હતો. આ જ દિવસે ભારતને જીત મળી હતી, જયારે હિમાલયના દુર્ગમ પહાડોથી પાકિસ્તાની ઘુસણખોરોને સંપૂર્ણ રીતે ખદેડી કાઢયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks