ખબર

વડાપ્રધાન મોદીની ભત્રીજી પાસેથી ચીલઝડપ કર્યું હતું, પર્સ અને મોબાઈલ, અને પછી જે થયું એ બહુ ખતરનાક છે…

દેશની રાજધાની દિલ્લીમાં રોજ ચોરી અને ઝપટમારીના લગભગ 20 કેસ દર્જ થાય છે. હાલ દિલ્લી પોલીસે એક એવો જ ઝપટમારીનો કેસ સોલ્વ કર્યો હતો. 12 ઓક્ટોબરના રોજ બે વ્યક્તિ બાઈક પર આવી અને દમયંતી નામની બહેનનું પર્સ છીનવી ફરાર થઇ ગયા હતા.

દમયંતી બહેને તુરંત પોલીસને જાણ કરી હતી. એ પર્સમાં રોકડા રૂપિયા,બે મોબાઈલ અને તેમનું આઈડી પ્રુફ હતું.પોલીસે પહેલા ફરિયાદ નોંધી લીધી હતી પરંતુ અચાનક દિલ્લી પોલીસ કામે ચઢી અને ફક્ત 24 કલાકની અંદર એ ઝપટમારોને શોધી કાઢ્યા હતા.

Image Source

તમને જણાવી દઈએ કે દમયંતી બહેન કોઈ સામાન્ય મહિલા નહતી. નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની એ દીકરી હતી. પીએમ મોદીની ભત્રીજીનું પર્સ ચોરી થઇ જાય અને પોલીસ કાર્યવાહી ન કરે એવું બની શકે?

Image Source

ચોરીની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળથી જૂની દિલ્લી સુધીની સીસીટીવી ફૂટેજ ચેક કરી હતી તેમાંથી એક આરોપીને પોલીસે ઓળખી પાડયો હતો. છેલ્લા સાત વર્ષથી એ આરોપી તે સ્થળ પર ચોરી અને ઝપટમારી કરી રહ્યો હતો. 12 ઓક્ટોબરના રોજ આ આરોપી સવારે સાત વાગ્યે પીએમ મોદીની ભત્રીજીનું પર્સ ગુજરાતભવન પાસેથી છીનવી અને ભાગ્યો હતો.

Image Source

પોલીસે જણાવ્યું કે તે આરોપી મૂળરૂપે સુલ્તાનીપૂર એરિયામાં રહે છે પરંતુ જયારે તેમને ત્યાં રેડ પાડી તો પોલીસની ટુકડી જોઈ એ ફરાર થઇ ગયો હતો. અંતે પોલીસે તેને સોનીપતના એક ગામડેથી ગિરફ્તાર કર્યો હતો.

હવે વિચારો દમયંતી બહેન પીએમ મોદીની ભત્રીજી ન હોટ અને કોઈ સામાન્ય મહિલા હોત તો શું 24 કલાકની અંદર તેને તેનું ચોરાઈ ગયેલ પર્સ મળી શકત?