ખબર

પીએમ મોદીના એક નિર્ણયથી જે 70 વર્ષમાં શક્ય ના બન્યું તે રાતોરાત શક્ય બનશે

હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. કોરોનના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો હોય જેના કારણે વેન્ટિલેટરની અછત જોવા મળે છે. આ વચ્ચે મોદી સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM કેયર ફંડમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે. ત આ ફંડ માંથી 1000 હજાર કરોડ પ્રવાસી મજૂરો માટે પણ ખર્ચ કરવામાં આવશે.

Image source

પ્રિન્સટન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP)ના સ્ટડી મુજબ ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM કેયર ફંડના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે. આ સ્ટડી મુજબ આ સંતે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 19 લાખ બેડ અને 95 હજાર આઇસીયુ બેડ છે.
આ સ્ટડી અનુસાર, સૌથી વધુ બેડ અને વેન્ટિલેટર આ સાત રાજ્યમાં છે. જેમાં યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમબંગાળ, તેલંગણા અને કેરળમાં છે.

Image source

CDDEPમાં રાજ્ય મુજબ વેન્ટિલેટર્સના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 1,622 વેન્ટિલેટર્સ છે. સૌથી વધુ વેન્ટિલેટર્સ 7,035 ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં 5,793 અને કર્ણાટકમાં 6,553 વેન્ટિલેટર્સની સુવિધા ઉપલબ્ધ છે. સૌથી ઓછા વેન્ટિલેટર્સ 11 લક્ષ્યદ્વીપમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.