મનોરંજન

પ્લાસ્ટિક સર્જરીથી ચર્ચામાં આવી હતી આ 9 અભિનેત્રીઓ, એવી એવી જગ્યાએ સર્જરી કરાવી કે હોંશ ઉડશે

બૉલીવુડ હસિયાનોએ શરીરના એવા એવા ભાગે સર્જરી કરાવી છે કે જાણીને દંગ રહી જશો જુઓ

આજે ગ્લેમરની દુનિયામાં બધા જ લોકો સારા દેખાતા હોય છે. હાલ એક્ટ્રેસો પ્લાસ્ટિક સર્જરી કરવાથી પાછળ હટતી નથી. બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે તેના લુક બદલવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે કોઈ એક્ટ્રેસે આ વાતને ખુલીને સ્વીકારી છે તો કોઈએ કબુલ્યું નથી. ઘણી એક્ટ્રેસોએ પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ ફેન્સને ઘણી તારીફ કરી હતી. તો ઘણી એક્ટ્રેસ ટ્રોલિંગનો પણ શિકાર બની હતી. આજે અમે તમને જણાવીશું કંઈ એક્ટ્રેસોએ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો.

Image Source

પ્રિયંકા ચોપરા

બૉલીવુડની દેશી ગર્લનો હવે વિદેશમાં પણ સિક્કા છે. જો પ્રિયંકાના ચહેરામાં બૉલીવુડ ડેબ્યુ બાદ જો અત્યાર સુધીની નજરે જોઈએ તો તેના ચહેરા પર ઘણું અંતર જોવા મળે છે. ઘણા લોકો ઉંમરના કારણે થોડો બદલાવ આવે છે તો ઘણા લોકો પ્લાસ્ટિક સર્જરીના કારણે પણ બદલાવ આવે છે.

Image Source

જાહ્નવી કપૂર

વર્ષ 2018માં ફિલ્મ ધડકથી બૉલીવુડ કરિયરની શરૂઆત કરનારી જાહ્નવી કપૂર પણ સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જાહ્નવીએ તેના હોઠ અને તેના બાજુના હિસ્સા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

Image Source

શિલ્પા શેટ્ટી

બૉલીવુડ DIVA શિલ્પા શેટ્ટી સર્જરી કરવાની વાતને લઈને ચર્ચામાં આવી હતી. તો શિલ્પાના અત્યારની અને પહેલાની તસ્વીર જોઈને આ વાતને નકારવી મુશ્કેલ છે. આ બાબતની સાચી વાતનો જવાબ તો ફક્ત શિલ્પા શેટ્ટી જ આપી શકે.

Image Source

પ્રીતિ ઝિન્ટા

બૉલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા પણ પ્લાસ્ટિક સર્જરીના મુદ્દાને લઈને ચર્ચામાં રહી છે. કહેવામાં આવે છે કે, પ્રીતિ ઝિંટાએ આઈબ્રો લિફ્ટ, નોજ જોબ અને લિપ ફિલર કરાવ્યું છે. પરંતુ આ બાબતે પ્રીતિએ ક્યારે પણ ખુલ્લીને વાત નથી કરી.

Image Source

શ્રુતિ હાસન

શ્રુતિ હાસન હાલમાં પ્લાસ્ટિક સર્જરીને લઈને ચર્ચામાં રહે છે. પ્લાસ્ટિક સર્જરી બાદ સોશિયલ મીડિયા પર શ્રુતિને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જે બાદ શ્રુતિએ ફક્ત તેની તસ્વીર શેર નથી કરી પરંતુ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો.

Image Source

વાણી કપૂર

રણવીર સિંહ સાથે ફિલ્મ ‘બેફીક્રે’માં લિપલોક સીન આપ્યા બાદ ચર્ચામાંઆવેલી વાણી કપૂરનું નામ પ્લાસ્ટિક સર્જરી કરનારી એક્ટ્રેસોના લિસ્ટમાં આવે છે. આ બાબતે કયારે પણ વાણીએ ખુલ્લીને વાત કરી ના હતી તો સોશિયલ મીડિયા યુઝર્સેની વાત પર પણ ખાસ ધ્યાન આપ્યું ના હતું. જણાવી દઈએ કે, હાલમાં જ તે ફિલ્મ વોરમાં નજરે આવી હતી. આ બાદ વાણીએ તેના લુક્સમાં આવેલા બદલાવને લઈને કહ્યું હતું કે, તેનું કારણ ફિટનેસ છે.

Image Source

કોયના મિત્રા

એક સમયે તેની અદાઓથી ધમાકા કરવાવાળી એક્ટ્રેસ કોયના મિત્રા હાલમાં જ બિગબોસ 13માં નજરે આવી હતી, કોયનાએ નાકની સર્જરી કરાવી છે. આ બાદ તેનું કરિયર બદલી ગયું હતું. આ બાદ કોયનાએ ઘણીવાર આ બાબતે ખુલીને વાત કરી હતી.

Image Source

આયેશા ટાકિયા આઝમી

બૉલીવુડ એક્ટ્રેસ આયેશા ટાકિયા છેલ્લા ઘણા સમયથી ફિલ્મમાં નજરે નથી આવી. આયેશાએ સોચા ના થા(2005), ડોર (2006) અને વોન્ટેડ (2009)જેવી ફિલ્મો માટે જાણવામાં આવે છે. થોડા સમય પહેલા આયેશાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. તસ્વીરમાં આયેશાનો લુક ઘણો બદલાયેલો હતો. આ બાદ સોશિયલ મીડિયામાં લોકો એવું કહેવા લાગ્યા હતા કે આયેશએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

Image Source

અનુષ્કા શર્મા

શાહરુખ ખાન સાથે ફિલ્મ રબ દે બના દી જોડીથી અનુષ્કા શર્માએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ અનુષ્કાના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સનેઉ કહેવું છે કે, અનુષ્કા શર્માએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.