ઘરોમાં છોડ-વૃક્ષ લગાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે. કહેવાય છે કે ઘરમાં વૃક્ષ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહેનારા લોકો હંમેશા સ્વસ્થ રહે છે. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો છોડ-વૃક્ષથી આપણને ઓક્સિજન મળે છે, જેનાથી આપણું વાતાવરણ શુદ્ધ રહે છે. ધાર્મિક રીતે જોઈએ તો છોડ-વૃક્ષ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પણ ઘરમાં બરકત લાવવા માટે અને આર્થિક તંગી દૂર કરવા માટે તમે કેટલાક છોડ લગાવી શકો છો. આ છોડ ઘરની શોભા પણ વધારશે અને આ છોડ ઘર માટે શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ કયા છે આ છોડ…
1. તુલસી –

હિન્દૂ ધર્મમાં દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવો જરૂરી છે. તુલસીને ઘરમાં લગાવવાથી મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે. તુલસી બધી જ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. કોઈ ખરાબ આત્મા તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી. તુલસી સાક્ષાત વૃંદાનું રૂપ છે અને તેને નારાયણ પ્રિયા પણ કહેવામાં આવી છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અછત નથી આવતી.
2. કેળનું ઝાડ –

કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં કેળનું ઝાડ ઈશાન ખૂણા પર રાખવું જોઈ, વિદ્યાર્થીઓ માટે માનવામાં આવે છે આ ઝાડના છાંયામાં બેસીને ભણવાથી જલ્દી યાદ રહી જાય છે.
3. શ્વેતાર્કનો છોડ –

શ્વેતાર્ક (Crown Flower)ને ગણપતિનો છોડ માનવામાં આવે છે. આને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.
4. મીઠો લીમડો –

મીઠો લીમડો એમ તો ક્યાંય પણ મળી જાય છે, પણ તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. તેને લગાવવાથી શનિ, રાહુ અને કેતુ ત્રણેય ગ્રહો પ્રસન્ન રહે છે.
5. હળદરનો છોડ –

બરકત લાવવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં હળદરનો છોડ પણ જરૂરથી લગાવવો જોઈએ. એની સાથે જ ઘરમાં પ્રગતિના માર્ગ ખુલી જાય છે.
6. કૃષ્ણકાંતાનો છોડ –

ભૂરા રંગના ફૂલોવાળો કૃષ્ણકાંતાનો છોડ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એનાથી આર્થિક સમસ્યાઓ ખતમ થઇ જાય છે. સાથે જ આ ઘરમાં સુખ અને શાંતિ પણ લાવે છે.
7. દાડમનો છોડ –

ઘરમાં દાડમનો છોડ લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે દેવામાંથી મુક્તિ મળે છે. સાથે જ એનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
8. ક્રાસુલાનો છોડ –

વાસ્તુ અનુસાર, ઘરમાં ક્રાસુલાનો છોડ લગાવવાથી બરકત આવે છે. એનાથી ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી થતી. ઘરમાં આર્થિક તંગી દૂર કરવા માટે તેને મુખ્ય દ્વાર પાસે લગાવવો જોઈએ.
9. હરસિંગાર અથવા પારિજાતનું વૃક્ષ –

પારિજાતની ઉત્પત્તિ સમુદ્રમંથનથી થઇ હતી, આ વૃક્ષની વિશેષતા એ છે કે એના સ્પર્શ કરવાથી જ બાધાઓ જ થાક ઉતરી જાય છે. આ વૃક્ષ દેવતાઓને અતિ પ્રિય છે. એટલે જે ઘરમાં આ છોડ હોય એ ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. ત્યાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. તેના સુગંધિત ફૂલોથી આખું વાતાવરણ પણ સુગંધમય રહે છે.
10. આંબળાનો છોડ –

આંબળાનો છોડ લગાવવાથી લક્ષ્મી દેવી તમારા ઘરમાં વાસ કરે છે. આંબલામાં કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી દેવી પણ તમારા ઘરમાં રહે છે. તમે એને કુંડા કે જમીનમાં લગાવી શકો છો.
11. શમીનો છોડ –

શમીનો છોડ એવી જગ્યાએ લગાવવો જોઈ કે જે ઘરથી નીકળીએ તો જમણી બાજુએ હોય. શમીનો છોડની પૂજા કરવાથી ઘરમાં શનિનો પ્રકોપ ઓછો થાય છે, કામમાં આવતી રુકાવટ દૂર થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks