અજબગજબ

વિમાન થયું સમુદ્રમાં થયું ક્રેશ, પાયલોટે જિંદગી બચાવવાની બદલે ગર્લફ્રેન્ડ સાથે કર્યું આ કામ- લોકો પડી ગયા વિચારમાં

આપણી ઉપર કોઈ પણ સમયે અથવા કોઈ પણ જગ્યાએ મુશ્કેલી આવે તો આપણે હંમેશા બહાર નીકળવાનો રસ્તો શોધીએ છીએ. પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જેને પરેશાનીના સમયમાં બહાર નીકળવાને બદલે તે સમયે પણ તેને મસ્તીની જ આદત હોય છે.

એક ખબર અનુસાર, થોડા સમય પહેલા એક વિમાન અમેરિકાના કેલિફોર્નિયામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ સમુદ્રમાં તૂટી પડ્યું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પાયલોટે જે કર્યું તેને જોઈને બધા જ હેરાન-પરેશાન થઇ ગયા હતા. હકીકત એ છે કે પાયલોટે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેનો વિડીયો બનાવી લીધો હતો.

ખબરોનું માનીએ તો, એક નાનું એરક્રાફટ બીઈ 35 ઉતરી ઉતરી કેર્લિફોર્નિયામાં તટીય ક્ષેત્ર હોફ મુન બેમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ સમુદ્રમાં પડ્યું હતું.

સામાન્ય રીતે આ દુર્ઘટના બાદ માણસ ડરી જઈ ત્યથી બચવા માટેની કોશિશ કરતા હોય છે. પરંતુ આ પાયલોટે તેના જીવની પર્વ કર્યા વગર વિમાનના વિંગ પર ઉભો રહીને વિડીયો બનાવવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયો બહુજ વાયરલ થયો હતો.

ખબર અનુસાર, આ વિમાનમાં પાયલોટની ગર્લફ્રેન્ડ પણ તેની સાથે હતી. વિમાનના પાયલોટ ડેવિડ લેશે જણાવ્યું હતું કે, ગોલ્ડન ગેટ બ્રિજ અનેર ખાદી ઉપરથી તેને એન તેની ગર્લફ્રેન્ડે કાયલાએ ઉડવાનો પ્લાન બનાવ્યો હતો. લેશે જણાવ્યું હતું કે,વિમાનનું એન્જીન જેવું ફેલ થયું મને તુરંત જ ખબર પડી ગઈ હતી. કે કંઈક ગડબડ છે. ત્યારબાદ અમારી પાસે બચવા માટે 1થી 2 મિનિટનો જ સમય હતો.એની મને ખબર પડી ગઈ હતી.

ડેવિડ લેશ અને કાયલા જેવું એન્જીન ફેલ થવાની ખબર પડી તુરંત જ સમુદ્રમાં કૂદી ગયા હતા. કોસ્ટગાર્ડના અધિકારીઓએ લગભગ અડધો કલાક બાદ બન્નેને બચાવી લીધા હતા. ખબરોનું માનીએ તો લેશે જણાવ્યું હતું કે,અમે બન્ને ભાગ્યશાળી છીએ કે અમે લોકો બચી ગયા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.