કહેવાય છે કે મન હોય તો માળવે જવાય।. આવું જ કંઈક થયું છે જમ્મુ કાશ્મીરમાં. જમ્મુ કાશ્મીરમાં પીઝાહટનો ડીલેવરી બોય પહેલા પિઝાની ડીલેવરી કરતો હતો. તપ હવે અપરાધીઓને જેલની હવા ખવડાવે છે.
જમ્મુ કાશ્મીરમાં નવજવાનો પોલીસ અને સુરક્ષાબળો પર પથ્થરબાજી કરી હુમલા કરતા હોય છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં મોઇન ખાન નામનો યુવક પીઝાહટમાં ડીલેવરી બોય હતો.તેને પોલીસ અફસર બનવાનુંપણું સેવ્યું હતું. મોઇન ખાનના માતા પિતાએ તેનું એવું શિક્ષણ આપ્યું કે આજે ખાખી વર્દી પહેરી પરિવારનું નામ રોશન કર્યું છે.

મોઇન ખાન તેનું સપનું પૂરું કરવા માટે પીઝા ડિલેવરીથી લઈને લોકોની ગાડી ધોવા જતા હતો. એટલું જ નહીં કરિયાણાની દુકાનમાં પણ કામ કરતો હતો. લગભગ સાત વર્ષ સુધી પ્રયાસો કર્યા બાદ તેને સપનું સાચું કર્યું હતું. અને આજે મોઇન ખાન જમ્મુ કાશ્મીરમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની પોસ્ટ પર કામ કરે છે.
A story of pure #grit & #hustle. Moin Khan, a student of our Operation Dreams classes has travelled a great distance in life. Quite a journey from the Pizza Hut guy to the @JmuKmrPolice Sub Inspector. No excuse is big enough to crush our #Dreams पढ़ लो, फायदा है। 🙂 pic.twitter.com/OfwiFIZAv4
— Sandeep Chaudhary (@Sandeep_IPS_JKP) June 28, 2019
મોઇન ખાનના સપનાને હકીકતમાં બદલવા માટે એક શખ્સનો સૌથી મોટો હાથ છે. તે છે આઇપીએસ ઓફિશર સંદીપ ચૌધરી, જે કઈ પણ ફી વગર જમ્મુમાં ‘ઓપરેશન ડ્રિમ્સ’ચલાવે છે. સંદીપ ચૌધરીના દિશા-નિર્દર્શનમાં મોહને તેના સપનાની ઉડાન ભરી સફળતા હાંસિલ કરી હતી. મોહને હાલમાં જ ઉદ્યમપૂર સ્થિત પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં ટ્રેનિંગ પુરી કરી છે.

આઇપીએસ સંદીપ શોપિયાંમાં રહે છે. તેઓએ જણવ્યું હતું કે, જમ્મુમાં ઓપરેશન ડ્રિમ્સની શરૂઆત કરી હતી. શરૂઆતમાં 150 વિધાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું.સવારે 8 થી 10 વાગ્યાસુધી વિધાર્થીઓને ભણવતા હતા.સંદીપનું માનીએ તો મોઈને શારીરિક, રિર્ટન અને ઇન્ટરવ્યૂમાં તનતોડ મહેનત કરી હતી. સંદીપને પણ મોહનની સફળતાનું ગૌરવ છે. આઇપીએસ સંદીપે વધુમાં કહ્યું તું કે, મોહનની આ સફળતા તનતોડ મહેનતનું પરિણામ છે. કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી હોતું।એક પીઝા હટના વેઈટરથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીની સફર આ બતાવવા માટે કાફી છે કે આપણે સપના સાકાર કરી શકીએ છીએ.

મોહને તેની સફળતાને લઈને કહ્યું હતું કે, હું નગરોટાના ઠંડાપાની ગામમાં રહું છું. મારા માતા-પિતા અશિક્ષિત છે. હું મારા ઘરમાં પહેલા ગ્રેજ્યુએટ સુધી ભણેલો યુવક છું. ખાનનો મોટો ભાઓ ડાઉન સિંડ્રોમથી પીડિત છે.તેનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

મોઇનના પિતા મોહમ્મ્દ શરીફ દૂધ વેચવાનું કામ કરું છું. ત્યારબાદ ગુજરાતમાં તેને એક ધાબો ખોલ્યો હતો. પરંતુ 2009માં તેનું એક્સીડેન્ટ થયું હતું.ત્યારબાદ મોઇન પર પરિવારની જવાબદારી આવી હતી. પરિવારની મદદ માટે મોઇન નાના-મોટા કામ કર્યા હતા. વર્ષ 2012માં કોર્મસમાં ગ્રેજ્યુએટ કર્યું હતું. ત્યારબાદ પીઝાહટમાં વેઈટરની નોકરી કરતો હતો. ત્રણ વર્ષ સુધી 2500માં નોકરી કરી હતી. સાથે જ બીબીએ કરતો હતો. મોઇન સાંજે 6 વાગ્યાથી રાતે 2 વાગ્યા સુધી વેઇટરનું કામ કરતો હતો. ત્યારબાદ તને મિત્રોની મદદથી ત્રણ વર્ષ સુધી ગાડીઓ ધોઈ હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks