શાસ્ત્રો અનુસાર, પૂર્વજો માટે કરવામાં આવેલું કઈ પણ કામ કયારે પણ નિષ્ફ્ળ જતું નથી. શ્રાદ્ધ તમારા પરિવારના એ લોકોને ત્રુપ્ત કરે છે જે પિતૃલોકોની યાત્રા પર ગયા છે. પુર્વજોના આશીર્વાદથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. ઘરના વૃદ્ધો ફક્ત માન-સન્માન જ ઇચ્છતા હોય છે. તે ક્યારે પણ ભૂલવું ના જોઈએ. જેવી રીતે ઘરના નાના બાળકો પર અધિકાર હોય છે. તેવી જ રીતે પુર્વજોનો પણ સમ્માન અધિકાર હોય છે. પૂર્વજો પાછળ કરેલું કાર્યથી તે ખુશ થઇ આશીર્વાદ આપે છે.

પરંતુ જયારે પિતૃ નારાજ થાય છે. ત્યારે ઘર સંસારને પણ ખેદાન-મેદાન કરી નાખે છે. ત્યારે આ સમયે પિતૃઓને શ્રાદ્ધના માધ્યમથી કરવામાં આવેલા કાર્યને આશીર્વાદ આપે છે. ઘણા લોકો શ્રાદ્ધમાં નવા કામો કરવાથી બચે છે. પરંતુ જેના પર પિતૃની કૃપા હોય છે તેને નવા કામ કરવાથી લાભ થાય છે.
ઘણી વાર પિતૃ પ્રસન્ન થઇને પણ સંકેત આપે છે. આવો જાણીએ એ સંકેત વિષે
શ્રધ્ધનાં મહિનામાં જો તમને સપનામાં સાપ દેખાઈ અને તેને જોઈને તમે પ્રસન્ન થાવ તો સમજી લેવાનું કે પિતૃ તમારાથી પ્રસન્ન છે. શ્રાદ્ધની અમાસન દિવસે જો તમારા બગડેલા કામ સુધરી જાય અને આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય તો સમજી લેવાનું પૂર્વજો તમારાથી પ્રસન્ન છે. સપનામાં તમને તમારા પિતૃ એટલે કે પૂર્વજો ખુશ થતા આશીર્વાદ આપતા નજરે પડે તો તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે.

જો તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ કરવામાં આવે અને કામમાં આવેલી રુકાવટ દૂર થઇ જાય તો તેના પર પૂર્વજોની વિશેષ કૃપા હોય છે. જો કોઈ નવું કામ શરૂ કરવામાં તમને કોઈ વરિષ્ઠ લોકોનો સહયોગ મળે તો સમજી લેવાનું કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે.
જે લોકોને તેના માતા-પિતા સાથેના સંબંધ મધુર હોય છે અને ઘરમાં કોઈ આકસ્મિક મોતના થયું હોય તો તેવા પરિવાર પર પિતૃઓની વિશેષ કૃપા હોય છે. તમે ઘણા પ્રયાસો કર્યા બાદ પણ તમને કોઈ જ કાર્યમાં સફળતા નથી મળતી. ત્યારે તમારા પિતૃઓને યાદ કરી અને કહો કે મારું ધાર્યું કામ પૂર્ણ થઇ જશે તો હું શાંતિ પાઠ કરાવીશ. અને જપ તમારું ધાર્યું કામ થઇ જાય તો સમજી લેજો કે,તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે. પરંતુ તે આત્માની શાંતિ ઈચ્છે છે. ત્યારે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષમાં તર્પણ અને પિંડદાન કરે.

પિતૃઓની નારાજગીના કારણ
તમારા ઘરમાં કોઈ લગાતાર બીમાર રહેતું હોય ઘણા ઈલાજો બાદ પણ થિકનાં રહેતું હોય તો તેઓ મતલબ છે કે, તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. બધા લોકો ઇચ્છતા હોય છે કે, તેના ઘરમાં શાંતિ રહે તેમ છતાં પણ જો ઝઘડા થતા હોય તો તેનું કારણ પિતૃદોષ પણ હોય શકે છે.
ઘણી વાર પિતૃપક્ષમાં કરવામાં આવેલઈ નાની-નાની ભૂલને કારણે ઘરમાં અશાંતિનો માહોલ બની જાય છે. તે સમયે તમારો બહુ સાવધાનીથી રહેવું જોઈએ.

ઘણી વાર સારી કમાણી હોવા છતાં પણ પૈસાની તંગી રહેતી હોય તો ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે ટમવે પિતૃદોષનો શિકાર બની ગયા છો. તમારા સમાજના લોકો તમારાથી દૂર જતા હોય ત્અને માન -સન્માનમાં ઓછું આવી જાય ત્યારે સમજી લેવાનું કે આ પણ પિતૃ દોષનું લક્ષણ હોય શકે છે.
તમારા સંતાનો તમને તકલીફ આપતા હોય તો તે પણ પિતૃદોષની સમસ્યા હોય છે. તમે વારંવાર કાનૂનના દાયરામાં ફસાઈ જતા હોય તો તેનો મતલબ એ છે કે, પૂર્વજો તમારાથી નાખુશ છે. અચાનક ગંભીર બીમારીનો શિકાર થઇ જવાઈ તો આ પિતૃદોષના કારણે જ થયું હોવાની શક્યતા છે.

જો તમારા ઘરમાં વારંવાર અકસ્માત થતા હોય તો તેનું કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. તો તમે પિતૃ પક્ષમાં પૂર્વજોને બીજીવાર પ્રસન્ન કરી ફરીથી સામાન્ય જિંદગી જીવી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks