ખબર

ગાંધીનગરમાં બનવવામાં આવ્યું 3D માસ્ક, લોકોને આવી રહ્યું છે ખુબ જ પસંદ, તમે પણ જુઓ

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયો ત્યારે તેનાથી બચવાના સૌથી પહેલા ઉપાય તરીકે સૅનેટાઇઝર અને માસ્ક આગળ આવ્યા, હાલમાં મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરે છે અને સરકાર દ્વારા પણ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે બજારની અંદર વિવિધ પ્રકારના માસ્ક પણ મળતા જોવા મળી રહ્યા છે. હવે તો માસ દૈનિક જરૂરિયાતનો એક હિસ્સો પણ બની ગયું છે.

માસ્ક પહેરીને બજારમાં નીકળેલા લોકોને પણ ઓળખવા મુશ્કેલ બને છે ત્યારે ગાંધીનગરના એક સ્ટુડિયો દ્વારા એક અનોખા પ્રકારનું માસ્ક બનાવવામાં આવ્યું છે જેના દ્વારા વ્યક્તિ એકદમ સરળતાથી ઓળખાઈ શકે છે. ગુજરાતી ગમે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી જ કાઢે છે ત્યારે ગાંધીનગરના એક ફોટોગ્રાફર દ્વારા પણ માસ્કમાં એક નવી જ ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.

છેલ્લા 40 વર્ષથી ફોટોગ્રાફી સાથે સંકળાયેલા બિલ્લુભાઈએ આ માસ્કનું સર્જન કર્યું છે જેની અંદર માસ્કના બહારની ભાગ ઉપર માણસનો જે ચહેરો માસ્કની પાછળ ઉપર ઢંકાઈ જાય છે એ ચહેરાને માસ્ક ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે, જેના કારણે વ્યક્તિની ઓળખ સરળતાથી થઇ શકે.

આ મસ્કની જો કિંમતની વાત કરીએ તો પ્રિન્ટિંગ સાથે આ માસ્ક ફક્ત 50 રૂપિયામાં મળી રહી છે. જેની અંદર પ્રિન્ટ કરવા માટે માત્ર તમારે તમારો ફોટો જ આપવાનો હોય છે, ફોટોગ્રાફર પાસે ફોટો પડવાની અથવા તો સોશિયલ મીડિયા દ્વારા પણ તમે ફોટો મોકલાવીને આ મસસક પ્રિન્ટ કરાવી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.