કોરોના વાયરસને કારણે આખા દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેને કારણે લોકો પોતાના ઘરોમાં ભરાયેલા છે. આ લોકડાઉનને કારણે એક વાત સારી થઇ છે કે આખા દેશમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે, અને દેશના દરેક ખૂણામાં હવા સ્વચ્છ થઇ છે, આકાશ પણ સ્વચ્છ થઇ ગયું છે. આનું પરિણામ એ આવ્યું કે પહેલા જાલંધરથી હિમાચલના પર્વતો દેખાયા અને હવે શ્રીનગરથી પીર પંજાલની રેન્જ દેખાય છે, જેની સુંદર તસ્વીરો સામે આવી છે.
સોશિયલ મીડિયા પર શ્રીનગરની આ તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં પીર પંજાલની રેન્જ દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં હજરતબલ દરગાહ, એની પાછળ હરિ પર્વત કિલ્લો અને એની પાછળ પીર પંજાલની રેન્જ દેખાઈ રહી છે. પીર પંજાલ રેન્જ હિમાલયની આંતરિક ભાગ છે, આ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આવે છે.
Grade out of 10.#Hazratbal shrine #Srinagar .@JandKTourism pic.twitter.com/xNMkiLluBP
— Ambreena Syed (@Ambreen62986028) April 23, 2020
શ્રીનગરથી પીર પંજાલની આ તસ્વીરો એક જર્નાલિસ્ટ શેર કરી અને પછી વાયરલ થઇ ગઈ. હવે સોશિયલ મીડિયા પર ઘણા બીજા લોકો પણ શ્રીનગરથી પીર પંજાલની રેન્જની તસ્વીરો શેર કરી રહ્યા છે. આ રેન્જ સતલુજ નદીના તટ પાસેથી હિમાલયથી અલગ થઇ જાય છે અને એક ગતરાફ બ્યાસ અને રાવી નદીઓ વચ્ચે તો બીજી તરફ ચિનાબની વચ્ચે આ વિભાજન બનાવે છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જલ્દી જ વાયરલ થઇ ગઈ.