કૌશલ બારડ લેખકની કલમે

ફોટો હતો એમ પાછો લગાડી દો.નહેરુ આખા દેશના વડાપ્રધાન હતાં! વાંચો અટલ બિહારી બાજપેયીની બેજોડ ખાનદાનીનો પ્રસંગ

ભારતનું વર્તમાન રાજકારણ ખરડાઇ ચુક્યું છે. એકબીજા પર પારાવાર આક્ષેપો અને ખુલ્લેઆમ કોઇ મર્યાદા વગરની ટિપ્પણીઓ હવે સામાન્ય બાબત બની ચુકી છે. લોકશાહીમાં એકબીજાના સન્માનનું મહત્ત્વ ભુલીને/અથવા તો જાણ્યું-અજાણ્યું કરીને નેતાઓ પોતાની ઇમેજ સારી રાખવા માટે કોઈપણ આક્ષેપ કાવાદાવા કરી શકે છે એ બાબત હવે કોઇથી અજાણી નથી રહી.

આ વખતે યાદ આવે છે અટલ બિહારી વાજપેયી અને જવાહરલાલ નહેરુને સાંકળતો એક કિસ્સો. લોકશાહીની ખરા અર્થની વિભાવના કેવી હોય તેનું પ્રત્યક્ષ દર્શન આ બંને મહાનુભાવોના જીવન પરથી જોવા મળે છે. અટલજી અને નહેરુ આમ તો એકબીજાથી વિરુધ્ધ વિચારધારા ધરાવનાર, અલગ પક્ષના ધણી હતાં. પણ બંનેએ કદી એકબીજા પર વિવેક ચુકીને વાણી નહોતી ઉચ્ચારી. ભારતના બંને પૂર્વ વડાપ્રધાનોને એકબીજા પ્રત્યે આજે તો અદ્ભુત કહી શકાય એ હદનું સન્માન હતું.

ઇન્દિરા ગાંધીની સરકારના પતન પછી ૧૯૭૭માં જનસંઘની મોરારજી દેસાઈના મોરચા હેઠળની સરકાર આવી. એ વખતે અટલ બિહારી બાજપેયી વિદેશપ્રધાન નિમાયા. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી એમણે સફળતાપૂર્વક વિવિધ દેશો સાથે મૈત્રીપૂર્ણ સબંધોનું સંચાલન કરેલું.

બાજપેયીજી વિદેશ પ્રધાન તરીકે પ્રથમ દિવસે પોતાની ચેમ્બરમાં આવ્યાં એ વખતે તેમણે જોયું તો, પોતાની ખુરશીની પાછળની દિવાલ પરથી એક તસ્વીર હટાવી લેવામાં આવી હતી. વચ્ચે ખાલી જગ્યા હતી. તેઓ પામી ગયાં કે અહીં કોની તસ્વીર હતી. બાજપેયીએ તરત બહારથી સેક્રેટરીને બોલાવીને કહ્યું,

“અહીંથી તસ્વીર કેમ હટાવી લેવામાં આવી?”

“સોરી,સર! પણ અમને એવું લાગ્યું કે આપને નહી….”

“થોડી મિનીટોમાં એ તસ્વીર ફરથી લગાડાવી દો. નહેરુ કોઇ પક્ષના નહી, દેશના વડાપ્રધાન હતાં…!”

આનું નામ મહાનતા! આજે આવો એકાદ પ્રસંગ પણ દેખાય તો જરી કહેજો…!

લેખક – કૌશલ બારડ GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.