જાણવા જેવું

શું તમે જાણો છો શા માટે પ્લેનમાં બેસતા જ ફોનને ફલાઇટ મોડ પર કરવાનું કહેવામાં આવે છે?

થોડા વર્ષો પહેલા સુધી જયારે પણ પ્લેનમાં સફર કરતા એ સમયે ટેક ઓફ અને લેન્ડિંગ સમયે મુસાફરોને તેમના ફોન બંધ કરવાનું કહેવામાં આવતું અને હવે સ્માર્ટ ફોન આવી ગયા છે એટલે ફોનને ફલાઇટ મોડ પર મુકવાનું કહી દેવામાં આવે છે. એટલું જ નહિ કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, ટેબ્લેટ પણ ફ્લેટ મોડ પર મુકવાનું કહેવામાં આવે છે. પણ શું કોઈના મનમાં આ સવાલ આવ્યો છે કે આવું કરવાનું કેમ કહેવામાં આવે છે?

Image Source

ફોનને ફલાઇટ મોડમાં મુકવાથી ફોનની કોમ્યુનિકેશન સિસ્ટમ જેમ કે વાઇફાઇ, GSM, બ્લૂટૂથ કામ કરવાનું બંધ કરી દે છે. ફલાઇટ મોડને ખાસ કરીને પ્લેનની મુસાફરી માટે જ બનાવવામાં આવ્યો છે, જેથી તમારો ફોન ફલાઈટના કામકાજ અને સિસ્ટમને ડિસ્ટર્બ ન કરી શકે. જો તમે તમારા ફોનને ફલાઇટ મોડ પર નથી મુકતા તો આનાથી વિમાન દુર્ઘટનાગ્રસ્ત તો નહિ થાય. પરંતુ એટલું જરૂર થશે કે એનાથી પ્લેન ઉડાવી રહેલા પાયલોટને પરેશાની જરૂર થશે.

Image Source

એ વાત તો આપણે જાણીએ જ છીએ કે પ્લેન પોતાની હવાઈ સફર દરમ્યાન સતત કોઈને કોઈ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે જોડાયેલા જ રહે છે. જયારે પ્લેન ટેક ઓફ થાય કે લેન્ડ થાય ત્યારે પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચે એક સેકન્ડનું પણ કોમ્યુનિકેશન મિસ થાય તો મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. કારણ કે આ બંને જ પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ અને તણાવભરી હોય છે.

Image Source

એવામાં જો તમારા મોબાઈલ કે લેપટોપ ઉડાન દરમ્યાન ઓન રહે છે તો પાયલોટને મળવાવાળી રેડિયો ફ્રિક્વન્સીમાં અવરોધ આવે છે અને સતત કર્રર… કર્રર…નો આવાજ આવે છે. એવામાં જો પાયલોટ કોઈ ખાસ સંદેશ સાંભળવાથી ચુકી જાય તો મોટી દુર્ઘટનાની સંભાવના રહે છે.

Image Source

ફલાઈટના ટેકઓફ કર્યાની કેટલીક મિનિટો બાદ પછી પ્લેન સ્ટાફ દ્વારા સૂચના અપાયા બાદ મુસાફર પોતાના ફોનને ફ્લાઇટ મોડ પરથી હટાવી શકો છો, પણ આ પછી પણ તમે મુસાફરી દરમ્યાન તમારા ફોનની બધી જ કોમ્યુનિકેશન સિસ્ટમ વાપરી શકતા નથી.

Image Source

જે ડિવાઇસમાં વાઇફાઇ કે ડેટા ટ્રાન્સફરની સુવિધાઓ નથી હોતી, તેને મુસાફરો મુસાફરી દરમ્યાન રોકટોક વિના વાપરી શકે છે. ડીએસએલઆર કેમેરા, વિડીયો કેમેરા, સાઉન્ડ રેકોર્ડર, વગેરે આસાનીથી મુસાફરી દરમ્યાન વાપરી શકાય છે. જયારે વાઇફાઇ, બ્લૂટૂથ, જીએસએમ, ઇન્ફ્રારેડ જેવી સિસ્ટમવાળા ડિવાઇસન પ્લેનની મુસાફરી દરમ્યાન ઓફ અથવા ફલાઇટ મોડ પર રાખવા પડે છે.

Image Source

પ્લેનમાં યાત્રા મોબાઈલ નેટવર્ક કોઈ મોટી ટેક્નિકલ બાધા નથી તેમ છતાં વિમાનમાં સવાર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આમ કરવાનું કહેવામાં આવે છે. તો તમે સમજી જ ગયા હશો કે તમારા ફોનને ફલાઇટ મોડ પર મુકવાનું કેએમ કહેવામાં આવે છે. અમારી તમને વિનંતી છે કે કોઈ પણ વિમાનની મુસાફરી દરમ્યાન જણાવવામાં આવતા નિર્દેશોનું પાલન કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks