ખબર

ફાર્મસીનું ભણતી પટેલ દીકરીની લેબોરેટરીમાંથી લાશ મળી, પહેલા લાગ્યું આત્મહત્યા કરી પણ હવે ખુલ્યું અંદરનું રાઝ, જાણો મામલો

body of the girl was found in Mehsana College : ગુજરાતમાં છેલ્લા ગણા સમયથી હત્યા (Murder) ના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ખાસ કરીને યુવતીઓ સાથે દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાના ઘણા બધા મામલો છેલ્લા થોડા સમયમાં જ સામે આવી ગયા છે. હાલ એક મામલો મહેસાણા (mahesana) માંથી સામે આવ્યો છે. જ્યાં વડસ્માની ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીનીની લાશ કોલેજની નિર્માણાધીન લેબોરેટરીમાંથી મળી આવતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ઉમરગામમાં આવેલા કછી ગામની રહેવાસી અને વડસ્મા નજીક આવેલ શ્રી સત્સંગી સંકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં રહોને ફાર્મસી કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલી 21 વર્ષીય તિતિક્ષા નટુભાઈ પટેલના ગુમ થવા અંગે પોલીસ તપાસ કરી હતી. આ દરમિયાન ગત શનિવરના રોજ કોલજેના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાં યુવતીની લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો.

આ ઘટના અંગે કોલજે દ્વારા યુવતીના પરિવારજનોને જાણ કરવામાં નહોતી આવી, પરંતુ કોલેજના એક વૉટ્સએપ ગ્રુપમાં આ અંગે માહિતી મળતા જ યુવતીના પરિવારજનો રવિવારના રોજ તાત્કાલિક કોલેજ પહોંચ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરતા જ  લાંઘણજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને FSLની  ટીમને પણ બોલાવી આ મામલે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી હતી.

પરિવારની હાજરીમાં જ મૃતકનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. જેમાં યુવતીનું મોત ઝેરી દવાના કારણે થયું હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે, યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરવામાં આવી તે સ્પષ્ટ નહોતુ, પણ હવે આ મામલે ઘટસ્ફોટ થયો છે. આ મામલે કોલેજના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલે પ્રેમ પ્રકરણના કારણે બન્યો છે. મૂળ વલસાડના અને કોલેજમાં જ અભ્યાસ કરતા પ્રણવ નામના યુવાન સાથે તેના પ્રેમ સંબંધો હતા. હાલ યુવક ફરાર છે. ત્યારે પોલીસ હવે ફરાર યુવકની પણ શોધખોળ કરી રહી છે.

બીજી તરફ યુવતીના પરિવારજનોનો આરોપ છે કે તેમની દીકરી આપઘાત કરે જ નહીં, તે મજબૂત મનની હતી. પરિવારે યુવતીની હત્યા થઇ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ કોલેજ પર પણ તેમની દીકરીના મોત મામલે ગંભીર બેદરકારીનો પણ આરોપ લગાવ્યો છે સાથે જ પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે કોઈપણ પ્રકારનો સહયોગ ના આપવાની વાત પણ પરિવારજનોએ જણાવી.

ત્યારે હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.મૃતક યુવતિ સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થીએ જ તેની હત્યા કરી હોવાનો અને પછી ફરાર થયો હોવાનું સામે આવ્યુ છે. યુવક યુવતિને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો અને તે બાદ લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રણવ ગાવિત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવતી થોડા દિવસો પહેલા કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી અને આ સાથે એક યુવક પણ ગુમ થયો હતો જે બાદથી પોલીસ તપાસ કરી રહી હતી.ત્યારે આ દરમિયાન કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે-ત્રણ દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવ્યો અને તે બાદ મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું. હાલ તો કથિત આરોપી યુવક કે જે ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે.

મૃતક તિતિક્ષા સાથે વલસાડના જોગવેલ ગામનો પ્રણવ ગાવિત પણ અભ્યાસ કરતો હતો.આથી પરિવારજનોએ પ્રણવના નામજોગ આક્ષેપ કરી અને પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા છે.