ખબર

પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગી ફરીવાર આગ, મધ્યમવર્ગની કમર તોડે એવો થયો વધારો

છેલ્લા 11 દિવસથી પેટ્રોલના ભાવમાં સત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં પણ પેટ્રોલ ડિઝીલના ભાવમાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, અગિયારમા દિવસે પણ પેટ્રોલના ભાવમાં અધધધ વધારો કરી દેવામાં આવ્યો છે જેના કારણે મધ્યમવર્ગની કમર તૂટી જવાની છે.

Image Source

HPCL, BPCL, IOC જેવી તેલ કંપનીઓએ સતત દસમા દિવસે પણ ભગવ વધારાનું જોખમ ગ્રાહકના માથે નાખ્યું છે, દિલ્હીમાં મંગળવારના રોજ પેટ્રોલનો ભાવ 76.73 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે તો ડીઝલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. દિલ્હીમાં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 75.19 રૂપિયા પહોંચી ગયો છે.

Image Source

આંતર રાષ્ટ્રીય બજારોમાં પણ ક્રૂડ ઓઈલના ભાવ સાવ તળિયે ચાલ્યા ગયા છે. તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવમાં આશરે 20 ટકા જેટલો ઘટાડો થયો હતો. જેના કારણે કાચા તેલના ભાવ 35 ડોલર પ્રતિ બેરલ નીચે પહોંચી ગયા હતા.

Image Source

આજે ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાંવધારો થતા છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે તો ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 AM કલાકે અપડેટ થાય છે. જો તમારે રોજના રેટ જાણવો હોય તો SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.