
મુંબઈના ઓશિવારા વિસ્તારમાં રહેતી અભિનેત્રી પર્લ પંજાબીએ ગઈ રાતે પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. 20 વર્ષીય પર્લ ઘણા લાંબા સમયથી સિનેમાજગતમાં જોડાવા માંગતી હતી. આ માટે તે ઘણી કોશિશો પણ કરી રહી હતી. તે એક મોડેલ પણ હતી. તે લાંબા સમયથી ફિલ્મોમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી પરંતુ સફળતા ન મળવાને કારણે એ નિરાશ હતી.
મોડેલ પર્લ પંજાબી જે બિલ્ડિંગમાં રહેતી હતી, એના ગાર્ડે જણાવ્યું કે આ ઘટના રાતે 12.15થી 12.30ની વચ્ચે ઘટી હતી. આ પહેલા કોઈના ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. એટલે તેને ત્યાં જઈને જોયું તો આ અવાજ ત્રીજા માળ પરથી આવતો હતો, જે માળ પર પર્લ પંજાબી રહેતી હતી.
કહેવાઈ રહ્યું છે કે તેને મગજની બીમારી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેનો ઘણીવાર તેની માતા સાથે ઝઘડો પણ થતો હતો. એક અહેવાલ અનુસાર, આ પહેલા પણ તેને બે વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી ચુકી હતી. એવામાં તેને ત્રીજીવાર પણ આવું કરવાની કોશિશ કરી, અને તેને જીવ ગુમાવી દીધો.
જણાવાઈ રહ્યું છે કે ગઈ રાતે પરિવારમાંથી કોઈની સાથે બોલાચાલી થઇ અને પર્લ પંજાબીએ છત પરથી કૂદકો મારી દીધો. ગંભીર હાલતમાં પર્લને કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી પણ ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું. હાલ પોલીસે તેના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. ચર્ચાઓ એવી પણ છે કે પર્લ પંજાબી પ્રખ્યાત સિંગર આદિત્ય નારાયણની મિત્ર હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks