રાજસ્થાનની રાજધાની જયપુરથી 31 કિલોમીટર દૂર રેનવાલના રહેનારા નરેન્દ્ર કુમાર ગરવાએ સમુદ્રી વિસ્તારમાં થનારી મોતીની ખેતીનો કમાલ કરી દેખાડ્યો છે. ચાર વર્ષ પહેલા શરૂ કરેલા આ વ્યસાયમાં નરેન્દ્ર કુમારને સારી એવી કમાણી થઇ રહી છે. ખાસ વાત એ છે કે લાખો રૂપિયાની કમાણી કરનારી આ યુનિટ નરેન્દ્રએ માત્ર 300 ગજના પ્લાન્ટમાં લગાવી રાખી છે.

મીડિયા સાથે વાતચીતના દરમિયાન નરેન્દ્રએ કહ્યું કે વર્ષ 2016 માં ઓડિસાના સિફા સંસ્થાનના છ દિવસની તાલીમ લીધા પછી સીપ(બીજ)માંથી મોતી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પાણીના નાના નાના તળાવ બનાવવા અને કાચો માલ ખરીદીને કામ શરૂ કરવામાં 35,000 જેટલા રૂપિયાનો ખર્ચ આવ્યો.

તેમણે આગળ કહ્યું કે,”અમે કેરળના માછીમારો પાસેથી સીપ(બીજ) ખરીદીને લાવીએ છીએ.એક હજાર સીપના મોતી બનાવવા માટે દરેકને એક સાથે લગાવીએ છીએ, જેમાં ડિઝાઇનટર મોતી એક વર્ષમાં અને ગોલ્ડ મોતી 18 મહિનામાં બનીને તૈયાર થાય છે. સીપ એક પ્રકારનું સમુદ્રી જીવ હોય છે, જેને સમુદ્ર જેવો માહોલ ઉપલબ્ધ કરાવવાનો રહે છે.

નરેદ્રના અનુસાર એક હજાર સીપમાં વર્ષના દરમિયાન 400 જેટલા સીપ ખરાબ પણ થઇ જાય છે. બાકીના વધેલા 600 માના જો 100 મોતી ડીફેક્ટિવ પણ નીકળે તો 500 સારી ગુણવતા વાળા મોતી મળી જાય છે, જેની બજારમાં ખુબ ડિમાન્ડ છે. જવેલરી વ્યાપારીઓને મોતી વેંચવા, ખરાબ મોતી દવા કંપનીઓને વેંચવા અને સમય સમય પર તાલીમ કરાવવાથી કમાણીનો આંકડો વર્ષભરમાં નવ લાખ સુધી પહોંચી જાય છે.

નરેન્દ્ર કહે છે કે મારો પ્રોજેક્ટ ખુબ નાનો છે. પણ મોટા સ્તર પર મોતીની ખેતી કરવાથી ખુબ વધારે કમાણી થઇ શકે છે.

જયપુર જિલ્લામાં નરેન્દ્રની યુનિટ એક નવો વિચાર છે. મોતીઓનું અવલોકન કર્યા પછી પૂર્વ કૃષિ મંત્રી પ્રભુ લાલ સૈની પણ નરેન્દ્રની પીઠ થપથપાવી ચુક્યા છે. રાજસ્થાના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજ દ્વારા પણ નરેન્દ્ર સન્માનિત થઇ ચુક્યા છે. મોતી દવાઓ અને જવેલરીમાં ખુબ કામ આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.