ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય મોરપીંછ દેખાવમાં જેટલું વધારે સુંદર છે તેનાથી અનેક ગણું વધારે તે પ્રભાવશાળી પણ છે. મોરપીંછ વગર શ્રીકૃષ્ણની પૂજા પણ અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોના આધારે મોરપીંછ ઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓનો નાશ પણ થાય છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે આજે તમને મોરપીંછના અમુક એવા ઉપાયો જણાવીશું જેનાથી તમારા જીવનની અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.

1. ઘરમાં નકારાત્મક્તા આવવી:
જો તમારા ઘરમાં નકારાત્મક્તા કે સમસ્યાઓ આવી રહી છે તો એવામાં ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિની સાથે મોરપીંછ પણ રાખો. આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જશે અને તરક્કીના નવા દરવાજા ખુલી જશે.
2. નજરદોષથી મુક્તિ:
જો તમને ખરાબ નજર લાગી જાય છે તો તેનાથી બચવા માટે ઘરના મુખ્ય દરવાજા પર એવી જગ્યાએ મોરપીંછ રાખી દો કે લોકોની નજર તેના પર ન પડી શકે. આ ઉપાયથી નજરદોષ દૂર થઇ જશે.

3. દુશ્મોનોથી છુટકારો:
જો તમે તમારા દુશ્મનોથી દુઃખી થઇ ગયા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે મોરપીંછ પર હનુમાનજીના મસ્તકનું સિંદૂર મંગળવારે અને શનિવારે દુશ્મનનું નામ લઈને લગાવો અને સવારના સમયે મોઢું ધોયા વગર જ મોરપીંછને પાણીમાં પધરાવી દો.
4. પતિ-પત્ની વચ્ચે મનમુટાવ:
જો પતિ-પત્ની વચ્ચે ખુબ તણાવ રહે છે તો બેડરૂમમાં પૂર્વ કે દક્ષિણ દિશામાં મોરપીંછ રાખી દો. આ ઉપાય કરવાથી બંન્નેના સંબંધ જલ્દી જ સુધરી જશે.

5. ગ્રહોનો અશુભ પ્રભાવ:
ગ્રહોના અશુભ પ્રભાવ થવા પર મોરપીંછ પર 21 વાર ગ્રહનું નામ બોલીને તેના પર પાણી છાંટો. તેના પછી તેને એવા સ્થાન પર રાખો જ્યાથી તે કોઈને પણ ન દેખાય. અમુક જ સમયમાં ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થઇ જશે.
6. રાહુ દોષથી છુટકારો:
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષની ફરિયાદ છે તો એક તાવીજમાં મોરપીંછ બાંધીને તમારા જમણા હાથના બાવડા પર બાંધી દો. તેનાથી દોષ દૂર થઇ જશે.

7. અભ્યાસમાં મન ન લાગવું:
જો તમારા બાળકોને અભ્યાસમાં મન નથી લાગી રહ્યું તો તેના પુસ્તકની વચ્ચે મોરપીંછ રાખી દો, તેનાથી પુસ્તક ખોલવા પર બાળકની એકાગ્ર શક્તિ વધી જશે અને બાળકોને અભ્યાસમાં મન પણ લાગશે.
8. બાળકોને નજરથી બચાવવા માટે:
નવજાત બાળકને ખુબ જ જલ્દી નજર લાગી જતી હોય છે. જો તમે તમારા બાળકને નજરથી બચાવવા માંગો છો તો એક ચાંદીના તાવીજમાં મોરપીંછ ભરીને બાળકના માથાની પાસે મૂકી દો. આવું કરવાથી બાળકને નજર લાગવાથી બચાવ થશે અને તે ડરશે પણ નહિ.

9. મનની ઈચ્છા પુરી કરવા માટે:
મનની ઈચ્છા પુરી કરવા માટે રાધા-કૃષ્ણના મંદિરમાં રોજ એક મોરપીંછ ચઢાવો. આવું તમારે 40 દિવસો સુધી દરેક શનિવાર અને રવિવારના દિવસે કરવાનું રહેશે, તમારી આ સમસ્યા જલ્દી જ દૂર થઇ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ