મનોરંજન

70ના દાયકાની ફેમસ અભિનેત્રીની દીકરીનું થયું હતું નિધન, બૉલીવુડ શોકમાં ઉતર્યું- જાણો શું બીમારી હતી

70ના દાયકકની મશહૂર એક્ટ્રેસ મૌસમી ચટર્જીના પ્રશંસકો માટે એક દુઃખદ ખબર આવી છે. એક્ટ્રેસની દીકરી પાયલનું ગુરુવારે રાતે 2 વાગ્યે નિધન થયું હતું. પાયલ જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Moushumi Chatterjee (@moushumi_chatterjee_) on

પાયલ એપ્રિલ 2017થી હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. પાયલથી સ્થિતિ 2018થી સતત બગડી જતા કોમામાં ચાલી ગઈ હતી. 2018માં તેનો પતિ ડીકકા સિંહ તેને ઘરે લઈને આવ્યો હતો. જણાવી દઈએ કે, ગત નવેંબર મહિનામાં મૌસમીએ જમાઈ પર ધ્યાન ના રાખવાનો આરોપ લગાવ્યો હતો.

Image Source

મૌસમી અને તેના પતિ જયંત મુખરજીએ તેના જમાઈ ડીકકા સિંહ પર પાયલની દેખભાળ ના કરવાનો આરોપ લગાવ્યો હતો. તે લોકોનું કહેવું હતું કે, પાયલની ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ બંધ કરી દીધી હતી. પાયલથી તબિયત વધુ લથડતા મૌસમી અને તેના પતિએ હાઇકોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Moushumi Chatterjee (@moushumi_chatterjee_) on

મૌસમીએ જણાવ્યું હતું કે, દીકરીની તબિયત ખરાબ હોય અમને મળવા પણ નથી દેતા આ સાથે તેનું ધ્યાન પણ રાખતો નથી. વધુમાં જણાવ્યું હતું કે, ડીકીએ પાયલની દેખરેખ માટે નર્સ રાખી હતી પરંતુ નર્સને પૈસાના આપતા તે પણ આવતી બંધ થઇ ગઈ હતી. ડોક્ટર દ્વારા કહેવામાં આવેલા ડાયેટ અને ફિઝિયોથેરાપી પર પણ પૂરતું ધ્યાન આપ્યું ના હતું.

Image Source

મૌસમી અને જયંતે દીકરીની દેખભાળ કરવાની પરવાનગી માંગી હતી. પાયલની મેડિકલ રિપોર્ટ પણ ડિક્કીએ અમને આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

જાણવી દઈએ કે, પાયલના 2010માં બિઝનેસમેન ડીકી સિંહા સાથે લગ્ન થયા હતા. જયંત મુખર્જી, પાયલ અને ડીકી ત્રણેય એક જ કંપનીમાં ડાયરેક્ટર હતા.2016માં બંને વચ્ચે વિવાદ થતા તેના સંબંધમાં તણાવ આવી ગયો હતો.

જણાવી દઈએ કે, મૌસમી ચેટર્જીએ વર્ષ 1967માં બંગાળી ફિલ્મ ‘બાલિકા વધુ’થી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું, જયારે હિન્દી સિનેમા જગતની પહેલી ફિલ્મ ‘અનુરાગ’ હતી જે વર્ષ 1972માં રિલીઝ થઇ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.