બોલિવુડ એક્ટ્રેસ પાયલ ઘોષના ખુલાસા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ…કહ્યુ-ઇરફાન પઠાણને કરતી હતી પ્રેમ, ગંભીર મારતો મિસ્ડકોલ, હાર્દિક-યુસૂફ બધું જ…

ગંભીર મિસ્ડ કોલ મારતા, હું પ્રેમ માત્ર ઇરફાન પઠાણને જ કરતી હતી…એક્ટ્રેસ પાયલ ઘોષે કર્યા ચોંકાવનારા દાવા

ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન મોહમ્મદ શમીને લગ્ન માટે પ્રપોઝ કરીને હેડલાઇન્સ બનાવનારી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ઇરફાન પઠાણ અને ગૌતમ ગંભીર વિશે સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જો કે, લોકો તેને આ માટે ઘણી ટ્રોલ પણ કરી રહ્યા છે. પાયલ ઘોષે ટ્વિટર પર એક બાદ એક એમ અનેક ટ્વિટમાં દાવો કર્યો કે તે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે રિલેશનશિપમાં હતી.

પાયલ ઘોષે તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઈરફાન પઠાણ સાથેના સંબંધો વિશે વાત કરતા ગૌતમ ગંભીરનું પણ નામ લીધું હતું. તેણે કહ્યું કે ગૌતમ તે સમયે તેને મિસ્ડ કોલ મારતો અને ઈરફાન પઠાણને પણ આ વાતની જાણ હતી. પાયલે ઈરફાન પઠાણ સાથે એક જૂની તસવીર શેર કરતા લખ્યુ કે- બ્રેકઅપ બાદ હું બીમાર થઇ ગઇ હતી, હું કેટલાક વર્ષ તો કામ ન કરી શકી. પણ એ તે વ્યક્તિ હતો જેને મેં પ્રેમ કર્યો અને તે બાદ હું કોઇને પ્રેમ ન કરી શકી.

પાયલે લખ્યુ- ગૌતમ ગંભીર મને મિસ્ડ કોલ મારતો હતો, આ ઇરફાન બહુ સારી રીતે જાણતો, તે મારી બધા કોલ્ ચેક કરતો. તેણે આ વાત મારી સામે યૂસુફ ભાઇ, હાર્દિક અને કૃણાલ પંડ્યાને પણ બતાવી હતી. જ્યારે હું ઇરફાનને પુણેમાં મળવા ગઇ હતી, તે બરોડાની ડોમેસ્ટિક ક્રિકેટ મેચ હતી. તેણે અન્ય ટ્વિટમાંલખ્યુ- મારી પાછળ અક્ષય કુમાર અને ગૌતમ ગંભીર બધા પડ્યા હતા પણ હું માત્ર ઈરફાન પઠાણને જ પ્રેમ કરતી હતી, મને તેના સિવાય બીજુ કોઇ નહોતુ દેખાતુ.

હું ઈરફાનને બધા વિશે જણાવતી પણ હતી અને દરેકના મિસ કૉલ પણ બતાવતી. પાયલે દાવો કર્યો કે તે ઈરફાન સાથે 2011થી રિલેશનશિપમાં હતી. ઈરફાન પઠાણે 2016માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેમનો સંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વર્લ્ડ કપ 2023 દરમિયાન મોહમ્મદ શમીને પ્રપોઝ કર્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 નવેમ્બરે રમાયેલી મેચમાં શમીએ 5 વિકેટ લીધી હતી.

ભારતને 302 રનની મોટી જીત મળી હતી. જે બાદ અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું, ‘શમી, તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’જણાવી દઇએ કે, પાયલે ઋષિ કપૂર અને પરેશ રાવલ સાથે ‘પટેલ કી પંજાબી શાદી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ટેલિવિઝન શો ‘સાથ નિભાના સાથિયા’માં પણ જોવા મળી હતી.

Shah Jina