ખચાખચ ભરેલી હતી ટ્રેન, પગ મુકવાની પણ જગ્યા નહોતી, ત્યારે આ ભાઈએ સુવા માટે લગાવ્યો જુગાડ, પણ પડી ગયો ઊંધો, જુઓ વીડિયો

ભાઈના જુગાડનો થઇ ગયો ફિયાસ્કો, ચાલુ ટ્રેનમાં ભરચક પેસેન્જર વચ્ચે સુવા માટે વાપરતો હતો અનોખો જુગાડ, જુઓ વીડિયો

Unique trick to sleep in the train : આપણા દેશમાં તમને કોઈપણ કામ માટે કોઈને કોઈ જુગાડ મળી જતો હોય છે. ઘણા લોકો પોતાનું કામ સરળતાથી થઇ જાય એ માટે અવનવા જુગાડ અપનાવતા હોય છે, પરંતુ ક્યારેક આવા જુગાડ કરવા તેમના માટે જ મુશ્કેલીનું કારણ પણ બની જતા હોય છે. ત્યારે હાલ ટ્રેનની મુસાફરીનો લગતો એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભીડભાડવાળી ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ જ ખરાબ અનુભવ હોઈ શકે છે. જ્યાં ઊભા રહેવાની પણ જગ્યા ન હોય એવી જગ્યાએ પોતાની જાતને દબાવવી ખૂબ જ મુશ્કેલ છે.

ભરચક ટ્રેનમાં ઝૂલો બનાવ્યો :

અફસોસની વાત એ છે કે ભારતીય ટ્રેનોમાં આવું દ્રશ્ય અવારનવાર જોવા મળે છે. ખીચોખીચ ભરેલી ટ્રેનોમાં જગ્યા બનાવવા માટે લોકોના ધક્કા ખાવા સામાન્ય બની ગયા છે. કેટલાક મુસાફરો એવા છે જેઓ ટિકિટ મેળવી શકતા નથી છતાં પણ મુસાફરી કરવાનું નક્કી કરે છે. સીટ વગરના એક વ્યક્તિએ ટ્રેનમાં ભીડથી બચવા માટે એક અજીબોગરીબ રસ્તો વિચાર્યો છે. તે ટ્રેનની અંદરના પેસેજવેમાં એક ચાદરનો ઉપયોગ કરીને પોતાનો એક ઝૂલો બેડ બનાવે છે, પરંતુ તેનો બેડ તૂટી જાય છે અને તે નીચે પડી જાય છે.

તૂટતાં જ નીચે પડ્યો :

વીડિયોની શરૂઆતમાં જનરલ ડબ્બામાં પેસેન્જરનો એક ડબ્બો જોઈ શકાય છે, જેમાં ઘણા લોકો બેઠા છે. માણસ ઉપરની બર્થની બંને બાજુએ ચાદર બાંધીને હિંચકા જેવું બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેવો તે તેમાં બેસવાનો પ્રયાસ કરે છે કે તરત જ ઝૂલો તૂટી જાય છે અને તે જમીન પર પડી જાય છે.  વીડિયોને @ChapraZila દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા :

વીડિયો જોયા પછી ઘણા લોકો ચોંકી ગયા છે, જ્યારે અન્ય લોકોએ આવી સ્થિતિ માટે ભારતની વધુ પડતી વસ્તીને જવાબદાર ઠેરવી છે. એક યુઝરે લખ્યું, “વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને અને સામાન્ય લોકોની જરૂરિયાતોને નજરઅંદાજ કરીને આપણે મહાન નહીં બનીએ. આપણા દેશમાંથી આવી રહેલી આ તસવીરને નજરઅંદાજ ન કરીએ. આ સમસ્યાને વહેલી તકે ઠીક કરો.” થોડા દિવસો પહેલા એક વીડિયોમાં ટ્રેનના પહેલા એસી ડબ્બામાં ટિકિટ વિનાના મુસાફરોની ભીડ જોવા મળી હતી, જેણે રેલવેની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા હતા.

Niraj Patel