મુંબઈ ઈન્ડિનસની ખુલી પોલ ! હાર્દિક પંડ્યા માટે MIએ ગુજરાતને આપ્યા 100 કરોડ, થઇ ગયો મોટો ખુલાસો

હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા, વિવાદમાં આવી ગઈ 100 કરોડની ડીલ, જાણો સમગ્ર મામલો

MI paid 100 crores for Hardik Pandya : IPL 2024 માટે ખેલાડીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. જેમાં દુબઇની અંદર ભવ્ય આયોજન દ્વારા ખેલાડીઓની  હરાજી કરવામાં આવી, જેમાં દરેક ટીમે પોતાના ગમતા ખેલાડીઓ પર બોલી લગાવીને તેમને ખરીદ્યા, ઘણા ખેલાડીઓ માટે તો કરોડોમાં બોલી લાગી હતી, પરંતુ આ બધા પહેલા જ્યારે દરેક ફ્રેન્ચાઈજીએ પોતાના ખેલાડીઓ રિટેઈન કર્યા ત્યારે એક એવી ખબર સામે આવી જેને હલચલ મચાવી દીધી હતી અને એ ખબર હતી હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સને છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થવાની.

100 કરોડમાં થઇ ડીલ :

ત્યારે હવે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડિંગને લઈને મોટો ખુલાસો થયો છે. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં સામેલ કરીને આઈપીએલ 2024ની સૌથી મોટી ટ્રેડિંગ કરી. આ પછી મુંબઈએ પણ હાર્દિકને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો. જ્યારથી હાર્દિકનો મુંબઈમાં ટ્રેડ થયો છે ત્યારથી આ સમાચાર હેડલાઈન્સમાં છે. હવે હાર્દિક પંડ્યાના ટ્રેડિંગને લઈને મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ગુજરાત ટાઈટન્સને 100 કરોડ રૂપિયા આપ્યા છે.

ચોંકાવનારો દાવો :

હાર્દિક પંડ્યા અંગેનો આ દાવો ચોંકાવનારો છે. કાયદેસર રીતે, એવો કોઈ નિયમ નથી કે કોઈપણ ટીમ કોઈપણ અન્ય ફ્રેન્ચાઈઝીને મોટી રકમ ચૂકવીને તેની ટીમમાં તેમના કોઈપણ ખેલાડીનો સમાવેશ કરી શકે. આવી સ્થિતિમાં આ દાવો મોટા સવાલો ઉભા કરી રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલો અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાનો મફતમાં ટ્રેડ કર્યો નથી. આ માટે મુંબઈએ ગુજરાતને મોટી રકમ આપી છે.

વિવાદમાં આવી ગઈ આ ટ્રેડ :

MIએ ગુજરાત ટાઇટન્સને 100 કરોડ રૂપિયા આપીને હાર્દિક પંડ્યાને તેની ટીમમાં સામેલ કર્યો છે. આવી સ્થિતિમાં તે ટ્રેડિંગ વિવાદોથી ઘેરાયેલો છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેડિંગને ગેરકાયદેસર ટ્રેડિંગ કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે પોતાના ઘાતક ખેલાડી કેમેરોન ગ્રીનને પણ ટ્રેડ કર્યો હતો. મુંબઈ પાસે હાર્દિકને તેની ટીમમાં સામેલ કરવા માટે તેના પર્સમાં પૂરતા પૈસા નહોતા, તેથી મુંબઈએ તેની ટીમને 17.5 કરોડ રૂપિયાની કિંમતના ખેલાડી કેમેરોન ગ્રીનને ટ્રેડ કર્યો.

Niraj Patel