ઓહોહો શું ફિગર છે…..સીક્રેટ હોલિડે પર બેસ્ટ ફ્રેન્ડ દિશા પટની સાથે નીકળી મૌની રોય, બીચ પર કરી રહી છે ચિલ
Mouni Roy Disha Patani Vacation: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની અને મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંને અવારનવાર પોતાની અદભૂત તસવીરો શેર કરીને ચાહકોના દિલને ધડકાવતા રહે છે. ત્યારે તાજેતરમાં ફરી એકવાર દિશા અને મૌનીએ બિકીની લુકમાં પોતાના હોટ ફોટો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યા છે, જે સનસની મચાવી રહ્યા છે.
દિશા પટની સાથે વેકેશન ટ્રિપ પર પહોંચી મૌની રોય
આ તસવીરો એક્ટ્રેસની વેકેશન દરમિયાનની છે. તસવીરોમાં બંને ખૂબ જ હોટ લાગી રહ્યા છે. મૌની અને દિશા બી-ટાઉનની બોલ્ડ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. બંને તેમની ફિટનેસ અને કામની સાથે-સાથે તેમની સ્ટાઈલથી લોકોને પ્રભાવિત કરતા રહે છે. બંનેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર અવારનવાર લાઈમ લાઈટમાં પણ રહે છે.
બિકિની તસવીરો જોઇ મચલ્યુ ચાહકોનું દિલ
બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ પણ છે અને ઘણીવાર સાથે પાર્ટી કરતા અને વેકેશન માણતા જોવા મળે છે. મુંબઈમાં રેસ્ટોરન્ટનું બીજું આઉટલેટ શરૂ કર્યા પછી મૌની રોય તેની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટની સાથે વેકેશન પર ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર હોલિડેના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં બંને મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. મૌનીએ આ ફોટો સોશિયલ મીડિયા પર જેવા જ શેર કર્યા કે થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયા.
રેડ બિકિનીમાં દિશાનો હોટ લુક
રેડ બિકીનીમાં દિશાનો લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે દિશા અને મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોય. આ પહેલા પણ આ બંને બેસ્ટી પોતાની અદભૂત સ્ટાઈલથી મહેફિલ લૂંટી ચૂક્યા છે. મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું- ‘મારી ફેવરેટ ગર્લ સાથે હોલિડે.’ મૌનીએ આ તસવીરો શેર કરતાની સાથે જ દિશાએ કોમેન્ટમાં હાર્ટ આઇકન શેર કર્યુ.
View this post on Instagram
નથી કર્યો વેકેશન લોકેશનનો ખુલાસો
મૌની સિવાય દિશાએ પણ ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં બંને એક્ટ્રેસનું બોન્ડિંગ જોવા મળી રહ્યુ છે. જો કે, આ બંનેએ વાતનો ખુલાસો કર્યો નથી કે તેઓ ક્યાં વેકેશન મનાવી રહ્યા છે. પરંતુ બંનેની તસવીરો બીચ આગળની છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિશા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘યોદ્ધા’માં જોવા મળશે.
દિશા અને મૌનીનું વર્કફ્રન્ટ
આગામી સમયમાં દિશા સુપરસ્ટાર અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ (વેલકમ 3) અને સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ‘કંગુવા’ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. દિશા પટનીની આ ફિલ્મોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે મૌની છેલ્લે ‘સુલ્તાન ઓફ દિલ્હી’માં જોવા મળી હતી.
View this post on Instagram