“કોઈ નહિ લે તો અમે તેને ખરીદીશું !” આદિવાસી ખેલાડીના પિતાને MS ધોનીએ આપ્યું હતું વચન, પણ ગુજરાતે 3.6 કરોડમાં પોતાના નામે કરી લીધો

સિક્યોરિટી ગાર્ડનો દીકરો હવે IPLમાં મચાવશે ધૂમ, રાંચીના ગેલ તરીકે ઓળખે છે લોકો, ગુજરાત ટાઇટન્સે 3.6 કરોડમાં ખરીદ્યો, ધોનીએ તેના પિતાને આપ્યું હતું વચન, જુઓ

Robin Minz Sold 3 Crores 60 Lakh GT : IPL 2024 માટેનું ઓક્શન દુબઈમાં યોજાયું અને ફ્રેન્ચાજીઓ પોતાની ટીમને અનુરૂપ ખેલાડીઓ પર બોલી લગાવી અને ખરીદી લીધા. ત્યારે આ વર્ષે કેટલાક ખેલાડીઓ કરોડોમાં ખરીદવામાં આવ્યા, જેના અત્યાર સુધીના ઇતિહાસની રેકોર્ડ બ્રેક કિંમત મળેવી, તો કેટલાક અનકેપ્ડ ખેલાડીઓને પણ ફ્રેન્ચાજીએ કરોડો રૂપિયામાં ખરીદ્યા. એવો જ એક ખેલાડી છે રાંચીનો રોબિન, જેને ગુજરાત ટાઇટન્સે કરોડો રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો.

IPLમાં રમશે પહેલો આદિવાસી ખેલાડી :

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ગુજરાત ટાઇટન્સ ટીમે રોબિન મિન્ઝ નામના વિકેટકીપર બેટ્સમેનને ખરીદ્યો છે. રોબિન પ્રથમ આદિવાસી ક્રિકેટર છે જેને કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા બોલી લગાવવામાં આવી છે. રોબિન ઝારખંડ માટે અંડર-19 ટીમમાં રમી ચૂક્યો છે અને તેણે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે આઈપીએલની હરાજીમાં પ્રવેશ કર્યો હતો. હરાજીમાં તેનું નામ આવતાની સાથે જ પહેલી બોલી ચેન્નાઈ સુપર કિંગ્સે લગાવી હતી. CSK બાદ મુંબઈએ પણ આ ખેલાડીને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

3.5 કરોડમાં ગુજરાતે ખરીદ્યો :

મુંબઈ અને CSK વચ્ચે 1 કરોડ 30 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી, પરંતુ તે પછી ગુજરાત ટાઇટન્સ ટીમે બિડમાં એન્ટ્રી કરી હતી. રોબિન માટે ગુજરાતે 1 કરોડ 40 લાખ રૂપિયાની બોલી લગાવી. આ પછી બોલી આગળ વધી, પરંતુ મુંબઈની રૂ. 2.60 કરોડની બિડ પછી તેણે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો. એવું લાગતું હતું કે બિડિંગ હવે ખતમ થઈ જશે પરંતુ ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પણ બિડમાં કૂદી પડી.  સનરાઇઝર્સે રોબિન પર બે વાર બોલી લગાવી, પરંતુ ગુજરાત ટાઇટન્સ મક્કમ રહી અને રૂ. 3.60 કરોડની છેલ્લી બોલી લગાવીને આ આદિવાસી ખેલાડીનું નસીબ રોશન કર્યું.

ધોનીને જોઈને રમવાનું કર્યું શરૂ :

રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ ઝેવિયર ભૂતપૂર્વ આર્મી મેન છે અને હાલમાં રાંચી એરપોર્ટ પર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. હરાજી બાદ ભાવુક પિતાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેઓ મહેન્દ્ર સિંહ ધોનીને રાંચી એરપોર્ટ પર મળ્યા હતા. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટને તેને કહ્યું હતું કે જો કોઈ ટીમ રોબિનને હરાજીમાં નહીં ખરીદે તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેને ચોક્કસપણે સામેલ કરશે. રોબિન વિકેટકીપર બેટ્સમેન છે. ધોનીને જોઈને જ તેણે હાથ પર ગ્લોવ્ઝ પહેર્યા હતા. ધોનીના બાળપણના કોચ ચંચલ ભટ્ટાચાર્યએ પણ રોબિનને તાલીમ આપી છે.

Niraj Patel