56 વર્ષની ઉંમરે અરબાઝ ખાને કર્યા શૂરા ખાન સાથે લગ્ન, સ્વેગથી કરવામાં આવ્યુ ખાન પરિવારમાં અરબાઝની દુલ્હનનું સ્વાગત- જુઓ તસવીરો અને વીડિયો

મલાઇકા અરોરા સાથે છૂટાછેડાના 6 વર્ષ બાદ અરબાઝ ખાને કર્યા બીજા લગ્ન, દીકરા અરહાન ખાન સાથેે ઝૂમતુ જોવા મળ્યુ કપલ

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે બીજી વાર લગ્ન કર્યા. બંનેના લગ્ન રવિવારે મોડી સાંજે અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે થયા હતા. મોડી રાત્રે અરબાઝે પોતાના સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પત્ની શૂરા સાથેનો ફોટો શેર કર્યો હતો.

આ તસવીર પોસ્ટ કરતા અરબાઝે કેપ્શનમાં લખ્યું- ‘અમારા પ્રિયજનોની હાજરીમાં, અમે પ્રેમ અને એકતાની શાશ્વતતાની શરૂઆત કરીએ છીએ. અમારા આ ખાસ દિવસે અમને તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે. ત્યારે લગ્ન બાદ મોડી સાંજે રવિના ટંડને એક થ્રોબેક વીડિયો શેર કર્યો.

આમાં તે અરબાઝ ખાન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ શેર કરતાં રવિનાએ લખ્યું, ‘અભિનંદન, અભિનંદન, અભિનંદન… મારા પ્રિય શુરા ખાન અને અરબાઝ ખાન. જણાવી દઈએ કે અરબાઝની દુલ્હન શૂરા રવિનાની મેકઅપ આર્ટિસ્ટ છે. આ લગ્નમાં ફક્ત અરબાઝના નજીકના અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

અરબાઝના માતા-પિતા સલીમ ખાન અને સલમા ખાન, હેલન, ભાઈઓ સલમાન અને સોહેલ ખાન, બહેનો અલવીરા ખાન અગ્નિહોત્રી અને અર્પિતા ખાન, યુલિયા વંતુર, અભિનેત્રી રિદ્ધિમા પંડિત, રવિના ટંડન, અરબાઝનો દીકરો અરહાન ખાન અર્પિતાના ઘરે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

સોશિયલ મીડિયા પર જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, તેમાં સિંગર હર્ષદીપ કૌરે પરફોર્મ કર્યું હોવાનું સામે આવ્યુ હતું. રિપોર્ટ અનુસાર, જોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ થયા બાદ અરબાઝે શૂરા ખાનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસ પહેલા જ અચાનક બંનેના લગ્નના સમાચાર આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

આ પહેલા બંનેના રિલેશનશિપ સ્ટેટસ વિશે કોઈને ખ્યાલ નહોતો. અરબાઝે 1998માં મલાઈકા સાથે લગ્ન કર્યા હતા. આ કપલ મે 2017માં અલગ થઈ ગયું હતું. બંનેને એક પુત્ર અરહાન ખાન છે જેને બંને મળી એકસાથે ઉછેરી રહ્યા છે. અરબાઝથી છૂટાછેડા પછી મલાઈકા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Nir_haan (@nir_haan)

ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બરે જ્યાં એકબાજુ અરબાઝ ખાનના શૂરા ખાન સાથે નિકાહ થઇ રહ્યા હતા, ત્યાં બીજી બાજુ અરબાઝની પહેલી પત્ની મલાઇકા અરોરા ક્રિસમસ એન્જોય કરી રહી હતી. મલાઇકાએ ક્રિસમસ સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. મલાઇકાએ ક્રિસમસ પર તેના વાળને પોનીટેલમાં બાંધી રાખ્યા હતા અને રેડ રિબન પણ કેરી કરી હતી. મલાઇકાએ 24 ડિસેમ્બરની સાંજ તેના મિત્રો સાથે સેલિબ્રેટ કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina