‘અગણિત વાર ફ્લર્ટ કરતા પકડાયા…’ વન નાઈટનો શોખ હતો, મને ખબર હતી કે….

સાથે ફિલ્મ કરતી વખતે ઋષિ કપૂર અને નીતુ સિંહ પ્રેમમાં પડ્યા અને 22 જાન્યુઆરી 1980ના રોજ લગ્ન કરી લીધા. ઋષિ અને નીતૂને બે બાળકો છે, એક પુત્રી રિદ્ધિમા કે જેનો જન્મ 15 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો, જ્યારે એક પુત્ર રણબીર કે જેનો જન્મ 28 સપ્ટેમ્બર 1982ના રોજ થયો હતો. 8 જુલાઈ 1958ના રોજ નવી દિલ્હીમાં જન્મેલ નીતુ સિંહે 1966માં આવેલી ફિલ્મ ‘સૂરજ’થી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આ પછી રણધીર કપૂર સાથે તેણે ફિલ્મ ‘રિક્ષાવાલા’માં પ્રથમ મુખ્ય ભૂમિકા ભજવી. જણાવી દઇએ કે, એકવાર નીતુ સિંહે એક ઇન્ટરવ્યુમાં ઋષિ કપૂરના નખરાં વિશે પૂછવામાં આવતા કહ્યું હતુ કે, ‘મેં તેમને અગણિતવાર ફ્લર્ટ કરતા પકડ્યા છે. હું પહેલી વ્યક્તિ હોતી હતી, જેને તેમના અફેર્સ વિશે ખબર હતી, જે આઉટડોર શૂટ દરમિયાન હોતા. પરંતુ મને ખબર હતી કે તે વન નાઈટ સ્ટેન્ડ છે.

જ્યારે મને આ બધું ખબર પડી ત્યારે હું તેમની સાથે ઝઘડા કરતી પણ પછી મેં એ વલણ અપનાવ્યું કે ચાલો જોઈએ કે તમે ક્યાં સુધી આ કરી શકો છો. અમને બંનેને એકબીજામાં વિશ્વાસ હતો. હું જાણતી હતી કે તેના માટે તેનો પરિવાર સૌથી પહેલા આવે છે, તો પછી મારે શા માટે ચિંતા કરવી જોઈએ? હું જાણું છું કે તે મારા પર નિર્ભર છે અને મને ક્યારેય છોડશે નહીં. મને લાગે છે કે પુરુષોને થોડી સ્વતંત્રતા આપવી જોઈએ.

ફ્લર્ટિંગ તેમના સ્વભાવમાં છે, તેઓ સંયમિત થઈ શકતા નથી. પરંતુ જો તેની પાસે એવો કોઈ સંબંધ હોત કે જેના માટે તે ગંભીર હોય, તો મેં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હોત અને તેને ફક્ત તેની સાથે જ રહેવાનું કહ્યું હોત.જણાવી દઇએ કે, ઋષિ કપૂરનું 29 એપ્રિલ 2020ના રોજ નિધન થયું હતુ. ઋષિની બીમારી દરમિયાન નીતુ સિંહ હંમેશા પડછાયાની જેમ તેમની સાથે હતી.

Shah Jina