શિખર ધવને દીકરાના બર્થ ડે પર ભાવુક પોસ્ટ કરી વ્યક્ત કર્યુ દર્દ તો અક્ષય કુમારે વધાર્યો હોંસલો, બોલ્યો- ભગવાન ભલુ કરે…

શિખર ધવન 1 વર્ષથી નથી મળ્યો દીકરાને, બર્થ ડે પર લખ્યો એવો ઇમોશનલ મેસેજ કે વાંચી દિલ ભરાઇ જશે

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનના પુત્ર જોરાવર ધવનનો હાલમાં જન્મદિવસ ગયો. ધવને પુત્રના જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેણે લખ્યું, તને જોયાને એક વર્ષ થઈ ગયું છે અને હવે લગભગ 3 મહિનાથી મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. તેથી જ હું તને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે આ ફોટાનો ઉપયોગ કરી રહ્યો છું. તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

દીકરા જોરાવરના બર્થ ડે પર શિખર ધવનની ઇમોશનલ પોસ્ટ

ભલે હું તારી સાથે સીધો સંપર્ક કરી શકતો નથી, પણ હું તારી સાથે ટેલીપૈથી દ્વારા જોડાયેલ છું. મને તારા પર ખૂબ ગર્વ છે, અને હું જાણું છું કે તું ખૂબ જ સારું કરી રહ્યો છે અને સારી રીતે વધી રહ્યો છે. ધવને આગળ લખ્યું, પપ્પા હંમેશા તને યાદ કરે છે અને તને ખૂબ પ્રેમ કરે છે. તે હંમેશા પોઝિટિવ રહે છે, સ્માઇલ સાથે સમયની રાહ જુએ છે, જ્યારે આપણે ભગવાનની કૃપાથી ફીર મળીશું. શરારતી બનજે, પણ ડિસ્ટ્રક્ટિવ ના બનતો, હંમેશા બધાનું સારુ કરજે, શાંત, ધૈર્યવાન અને મજબૂત બનજે.

તને જોયાને 1 વર્ષ થઇ ગયુ

ભલે હું તમે નથી જોઇ શકતો પણ હું લગભગ રોજ તને મેસેજ લખપ છુ, જેમાં તારી વાતો કરુ છુ, તારી ડેઇલી લાઇફ વિશે પૂછુ છુ, બધુ જ શેર કરુ છુ કે હું શું કરી રહ્યો છું, મારા જીવનમાં શું નવું છે. જોરાવર હું તને બહુ પ્રેમ કરુ છુ. શિખર ધવનની આ પોસ્ટ વાંચીને ખિલાડી કુમાર ખૂબ જ ભાવુક થઈ ગયો. શિખરને પ્રોત્સાહિત કરતાં તેણે લખ્યું, આ પોસ્ટ વાંચીને હું ખરેખર ભાવુક થઈ ગયો. પિતા હોવાના નાતે હું તમારા બાળકને ન મળી શકવાની પીડાને જાણું છું.’

અક્ષય કુમારે વધાર્યો હોંસલો

અક્ષય કુમાર આગળ લખે છે કે ‘શિખર પ્રોત્સાહિત થાઓ, અહીં લાખો લોકો તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તમે તમારા પુત્રને જલ્દીથી મળી શકો. ભગવાન ભલું કરે.જણાવી દઇએ કે, શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. આ વર્ષે 4 ઓક્ટોબરે દિલ્હીની ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું હતુ કે આયશાએ શિખરને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો હતો. જો કે, કોર્ટે પુત્રની કસ્ટડી અંગે કોઈ નિર્ણય આપ્યો ન હતો. કોર્ટે કહ્યું હતું કે, ધવન તેના પુત્ર સાથે ભારત અને ઓસ્ટ્રેલિયામાં જરૂરી સમય વિતાવી શકે છે.વીડિયો કોલ પર વાત કરી શકે છે.

શિખર ધવનનું અંગત જીવન

ધવને વર્ષ 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન નાગરિક આયશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય છે અને માતા બ્રિટિશ મૂળની છે. શિખર કરતાં 10 વર્ષ મોટી આયશા કિક બોક્સર છે અને તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. આયશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્નથી આયેશાને બે દીકરીઓ આલિયા અને રિયા હતી. શિખરે આયશાની દીકરીઓને દત્તક લીધી. આયશા અને શિખરનો એક પુત્ર જોરાવર છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

Shah Jina