યુઝવેન્દ્ર ચહલે વેડિંગ એનિવર્સરી પર શેર કરી પત્ની ધનશ્રી સાથેની તસવીરો, જોવા મળ્યો ખૂબસુરત અંદાજ- લખી રોમેન્ટિક નોટ

લગ્નની વર્ષગાંઠ પર યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી પર લૂંટાવ્યો પ્રેમ, કપલની રોમેન્ટિક તસવીરો થઇ વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે લગ્નની ત્રીજી વર્ષગાંઠના અવસર પર પત્ની ધનશ્રી વર્મા માટે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ લખ્યો છે. ચહલે સુંદર સંદેશ સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે ચહલ અને ધનશ્રીના લગ્ન 2020માં થયા હતા. તેમના લગ્નને ત્રણ વર્ષ પૂરા થયા છે.

યુઝી ચહલ અને ધનશ્રીના લગ્નને ત્રણ વર્ષ થયા પૂરા

ત્યારે એનિવર્સરીના ખાસ અવસર પર ચહલે લખ્યું, “પ્રિય પત્ની, આપણે મળ્યા ત્યારે પહેલા દિવસથી આજ સુધી, આ સફરની દરેક સેકન્ડ મારા હૃદયની નજીક છે. તેઓ કહે છે કે જોડી સ્વર્ગમાં બને છે અને મને ખાતરી છે કે જેણે પણ આપણી સ્ક્રિપ્ટ લખી છે, તે મારા પક્ષમાં છે. તમે મને દરરોજ એક સારો વ્યક્તિ બનાવો છો. તમે મને પૂર્ણ કરો છો!

ક્રિકેટરે ખાસ સંદેશ સાથે પાઠવી પત્નીને શુભેચ્છા

તમને વર્ષગાંઠની શુભેચ્છા, મારા જીવનનો પ્રેમ. જણાવી દઇએ કે, ​​યુઝવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બર 2020ના રોજ ધનશ્રી સાથે લગ્ન કર્યા હતા. ચહલ અને ડેન્ટિસ્ટ-યુટ્યુબર-ડાન્સર ધનશ્રી બંને લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 72 ODI મેચ રમી છે, જેમાં તેણે 27.13ની એવરેજથી 121 વિકેટ લીધી છે.

ધનશ્રીએ પણ ડાંસ વીડિયો શેર કરી પતિને એનિવર્સરી પર આપી શુભકામના

આ સાથે જ તેણે 80 ODI મેચમાં 25.09ની એવરેજથી 96 વિકેટ ઝડપી છે. પરંતુ, તે લાંબા સમયથી ભારતની કોર ટીમનો ભાગ નથી, જેના કારણે તેને ભારતમાં રમાનારી ODI વર્લ્ડ કપ 2023ની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

આ સાથે ધનશ્રીએ ચહલ સાથેનો એક વીડિયો શેર કરી એનિવર્સરીની શુભકામના પાઠવી છે. ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માની એન્ટ્રીને લઈને વાતચીત ચાલી રહી છે.

ધનશ્રી વર્મા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ઝલક દિખલા જા 11માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેશે. જોકે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સાથે સાથે ડાન્સર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

તેના ડાન્સ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે. ત્યારે જો ધનશ્રી ઝલક દિખલા જામાં એન્ટ્રી કરશે તો કન્ટેસ્ટન્ટને જબરદસ્ત ટક્કર આપતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Shah Jina