ખબર

નિર્ભયાને ન્યાય: પવન જલ્લાદે જણાવ્યું, ફાંસીના માંચડે ભીખ માંગીને શું બોલ્યા હતા નરાધમો

શુક્રવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે, તિહાડ જેલમાં એક પોલીસકર્મીએ મારા રૂમનો દરવાજો ખટખટાવ્યો. તેણે તૈયાર થઇ જવાનું કહ્યું. થોડા જ સમયમાં, બહારથી અવાજો આવવા લાગ્યા. લગભગ સાડા ચાર વાગ્યે ઘણા અધિકારીઓ મારી પાસે આવ્યા. હાલચાલ પૂછયા, ડોક્ટરે મારું ચેકઅપ કર્યું. એ પછી હું, ફાંસી ઘર પહોંચ્યો ત્યારે જેલના અધિકારીઓ ચોક્કસ અંતરે ઉભા હતા. પહેલા બે નરાધમોને એક સાથે લાવવામાં આવ્યા. તેમના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. બંનેને બે અલગ-અલગ માંચડા પર ઉભા રાખવામાં આવ્યા. તેમના હાથ બંધાયેલા હતા. ફાંસીનો સમય થયો તો એક અધિકારીએ મને ઈશારો કર્યો. હું ફાંસી આપવા લાગ્યો તો તેમાંથી એકએ ભીખ માંગવા માંડી, પણ મેં મારું કર્તવ્ય નિભાવ્યું. બંનેને ફાંસી પર લટકાવી દીધા. ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેમને ફંદા પરથી ઉતારવામાં આવ્યા, એ પછી બીજા બે નરાધમોને પણ ફાંસી પર લટકાવ્યા.

Image Source

નિર્ભયા સાથે અત્યાચાર કરનારા ચાર દોષિતોને ફાંસી પર લટકાવીને શુક્રવારે રાત્રે મેરઠ પરત આવેલા પવન જલ્લાદે આ વાત કહી હતી. પવન જ્યારે કાંશીરામ કોલોનીમાં તેના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં તેમને મળનારાઓનો ધસારો હતો. દરેક વ્યક્તિ તેમની પાસેથી જાણવા માટે ઉત્સુક હતા કે તેમણે કેવી રીતે નરાધમોને ફાંસી આપી.

17ના રોજ તિહાડ જેલ પહોંચ્યા હતા પવન
પવને જણાવ્યું કે 17 માર્ચે મેરઠથી દિલ્હીની તિહાડ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જેલના અધિકારીઓએ ફાંસીઘર બતાવ્યું. રહેવા માટે અલગ ઓરડો આપ્યો. કહ્યું કે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ક્યારેય પણ માંગી લેજો. 18 અને 19 માર્ચે ત્યાં સન્નાટો છવાયો હતો. આવતા-જતા કર્મચારીઓ અને અધિકારીઓ એટલું કહેતા હતા કે ફાંસીની તારીખ 20 માર્ચની સવારે છે. 19 માર્ચની સાંજથી જ જેલમાં તમામ સ્ટાફ અને અધિકારીઓ શાંત દેખાવા લાગ્યા.

Image Source

ભગવાનને કરી પ્રાર્થના, હવે ન બચી શકે નરાધમો
જલ્લાદ તરીકે, હું આખી રાત સૂઈ શક્યો નહીં. હું ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરતો રહ્યો કે ભગવાન આ 130 કરોડ લોકો માટે ન્યાયની ક્ષણ છે. આ વખતે નરાધમોને બચાવશો નહીં. એ પરિવારને ન્યાય અપાવજો, જેને પોતાની દીકરી ગુમાવી. મેં રાત્રે 8 વાગ્યે જમ્યું. ઓરડામાં આવીને એક અધિકારીએ કહ્યું કે પવન ફાંસી આપવા તૈયાર રહેજે. રાત્રે 11 વાગ્યા સુધીમાં મને ખબર પડી કે જેલમાં બંધ કેદીઓમાં ભારે અસ્વસ્થતા હતી. જે ચાર નરાધમોને ફાંસી આપવાની હતી, કદાચ એમને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા હતા.

Image Source

આ દિવસ ક્યારેય નહીં ભૂલીશ
પવને જણાવ્યું કે ચારેય નરાધમોને ફાંસી આપ્યા પછી એક ડોકટરે મારું બ્લડ પ્રેશર પણ ચકાસી લીધું. પૂછ્યું કે કોઈ ગભરાટ તો નથી ને. મેં કહ્યું કે આ મારા માટે બહાદુરીનો દિવસ છે. જે એક સાથે ચાર નરાધમોને ફાંસી આપવાની તક મળી. આ દિવસ ક્યારેય નહિ ભૂલી શકાય. આવા નરાધમોને આવી જ સજા થવી જોઈએ.

મને જીવનો ખતરો નથી
પવને કહ્યું કે મને જીવનું જોખમ નથી. મેરઠ જેલ પ્રશાસને બે મહિના પહેલા પણ ગનર આપ્યો હતો. મેં મારા પિતા અને દાદાનું ચાર લોકોને ફાંસી આપવાનું સ્વપ્ન પણ પૂરું કર્યું છે. જો સુરક્ષા આપવામાં આવશે તો હું ના નહિ પાડું, પણ ગર્વ અનુભવીશ.

Image Source

સુરક્ષામાં ઘરે મોકલવામાં આવ્યો
શુક્રવારે રાત્રે પવનને દિલ્હી તિહાડ જેલથી જિલ્લા જેલ મેરઠ સુરક્ષામાં લાવવામાં આવ્યો હતો. મેરઠ જેલના અધિકારીઓએ સહી કરી. તે પછી મેરઠ જેલથી રાતે કાંશીરામ કોલોની સ્થિત ઘરે મુકવા આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.