ખબર

નિર્ભયા કેસ: જલ્લાદ પવને તોડ્યો દાદા-પરદાદાનો રેકોર્ડ, તેમને પણ ન કર્યું હતું આ કામ

નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે ફાંસી આપી દેવામાં આવી છે અને એની સાથે જ તેમને ફાંસી પર લટકાવનાર જલ્લાદ પવનનું એક સપનું પૂરું થઇ ગયું છે. નિર્ભયા કેસના ચાર દોષિતોને ફાંસી પર લટકાવીને મેરઠના પવન જલ્લાદે પોતાના દાદા કાલુરામનો રેકોર્ડ તોડી દીધો છે.

જલ્લાદ પવનના દાદા કાલુરામે એક સાથે બે દોષિતોને ફાંસી આપી હતી, પણ હવે એક સાથે ચાર દોષિતોને ફાંસી આપીને પવન જલ્લાદે નવો રેકોર્ડ બનાવી દીધો છે. પવન જલ્લાદનું કહેવું છે કે આ સપનું એમના પિતાનું હતું પણ તેમની તક ન મળી.

Image Source

પવન જલ્લાદનો પરિવાર ચાર પેઢીઓથી ફાંસી આપતો આવે છે. પવનના જણાવ્યા અનુસાર, તેમના દાદા કાલુરામ અને પરદાદા લક્ષ્મણરામ પણ ફાંસી આપવાનું જ કામ કરતા હતા. તેમના પરદાદા લક્ષ્મણરામ અંગ્રેજ સરકારના સમયમાં પરિવારના પહેલા જલ્લાદ બન્યા હતા.

કુખ્યાત અપરાધી રંગા-બિલ્લા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હત્યારાઓ સતવંત સિંહ અને કેહર સિંહને કાલુરામે જ ફાંસી આપી હતી. અત્યાર સુધીમાં પવનના દાદા કે પરદાદાએ એક સાથે ચાર લોકોને ફાંસી અપાઈ ન હતી. તેમને એક સાથે માત્ર બે જ લોકોને ફાંસી આપી હતી. ત્યારે હવે પવન જલ્લાદે તેમનો રેકોર્ડ તોડી દીધો છે. પવને જણાવ્યું હતું કે ફાંસીની સાથે જ તેમનું જ નહીં પણ તેમના પિતા અને દાદાનું પણ સપનું પુરુ થઇ ગયું છે.

Image Source

પવન પોતાના દાદા કાલુરામ પાસેથી જ ફાંસી આપવાનું શીખ્યા હતા. પવનનું કહેવું છે કે વર્ષ 1988માં એ પોતાના દાદા સાથે આગ્રા ગયા હતા જ્યાં એક અપરાધીને ફાંસી અપાઈ હતી. પવનના પિતા મમ્મૂ સિંહ પણ આ જ કામ કરતા હતા. તેમને છેલ્લી વાર 1997માં જબલપુરના કાંતા પ્રસાદ તિવારીને ફાંસી આપી હતી. એ પછી તેઓ મૃત્યુ પામ્યા હતા.

શુક્રવારે સવારે સાડા પાંચ વાગ્યે તિહાડ જેલમાં બંધ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવી હતી. પવન રાજ્યનો એકમાત્ર જલ્લાદ છે, જેમને તિહાડ જેલમાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની બે દિવસ તાલીમ આપવામાં આવી હતી.

Image Source

જેલ પ્રશાસને તેને ફાંસી આપવા માટે સંપૂર્ણ તૈયાર કર્યો હતો. મેરઠ ડિસ્ટ્રિક્ટ જેલના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ, બીડી પાંડેએ જણાવ્યું હતું કે જલ્લાદ પવન કુમારને ત્રણ દિવસ પહેલા તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. મેરઠ જેલમાં પણ તેને ફાંસી પર લટકાવવાની રીત શીખવવામાં આવી હતી.

એક અહેવાલ અનુસાર, જલ્લાદને એક ફાંસીના 20000 રૂપિયા મળે છે. માહિતી અનુસાર, પવન જલ્લાદને નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવા માટે આશરે 60,000 કે એક લાખ રૂપિયાનો પગાર મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.