અજબગજબ ધાર્મિક-દુનિયા

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સાળંગપુર બિરાજમાન કષ્ટભંજન દેવને આપી ભક્તોએ અનોખી ભેટ એ પણ પ્રસાદરૂપે- જુઓ તસ્વીરો

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં શિવાલયમાં તો ઠીક પરંતુ જેટલા મંદિરો છે એમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ માસને ભક્તિ ભાવનો મહિમા ગણવામાં આવે છે. આ માસમાં શિવાલય સીવાય મોટા મોટા મંદિરોમાં અને હવેલીમાં પણ આ આ પવિત્ર માસ દરમ્યાન અલગ અલગ કલાથી વિભૂષિત હિંડોળા દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

એવું જ ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ હનુમાનજીનું ધામ ગણાતા સારંગપૂર હનુમાન મંદિરમાં પણ અદભૂત હિંડોળા દર્શન થઈ રહ્યા છે, જેમાં ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી પોતાની અલગ અલગ કલાથી હિંડોળા ડેકોરેટ કરે છે અને સાથે સાથે હનુમાન દેવતાને હિંડોળાની થીમ મુજબ પ્રસાદ અર્પણ કરી રહ્યા છે. જેમાં ભક્તોની આસ્થાના સાક્ષાત દર્શન થઈ રહયા છે. જ્યારે ગયા શનિવારે થયેલ દર્શનમાં ભક્તોએ હનુમાનજીને એક એનોખી ભેટ આપી છે. અમદાવાદમાં રહેતા ચેતનપટેલ, મયૂરશેઠ અને નરેન્દ્રપટેલ દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરની આબેહુબ પ્રતિકૃતી જેવી જ કેક બનાવી કષ્ટભંજનદેવને અર્પણ કરી હતી,જેમાં એમની શ્રદ્ધા, ભક્તિ અને ભાવનાનાં દર્શન થઈ રહ્યા છે. તેમજ આ દિવસે કષ્ટભંજન દેવની પ્રતિમા સામે ચોકલેટનો શૃંગાર કરવામાં આવ્યો હતો… જુઓ PHOTOS

જાણો મંદિરનો મહિમા ટૂંકમાં :

અત્યારે સારંગપૂર તરીકે ઓળખાતા કષ્ટભંજન દેવનું ધામ વર્ષો પહેલા સામાન્ય નાનું એવું ગામ હતું. અહી આ મંદિરની સ્થાપના આશરે 170 વર્ષ પહેલા સ્વામી ગોપાલનંદ દ્રારા કરવામાં આવી હતી. સાથે સાથે આ સ્થળેખુદ ભગવાન સ્વામિનારાયણ પણ વાસ કરી ચૂક્યા છે એવું કહેવામા આવે છે. વર્ષો પહેલા લોકોના દુખ દૂર કરવા માટે અહીંયા હનુમાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગોપાલનંદ દ્વારા જે આજે લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. અહી હનુમાનજીએ પનોતીને પોતાના પગ નીચે દબોચીને રાખી છે. એટલે કેવું કહેવાય છે કે જેમને પનોતીની પીડા હોય એ ભક્ત જો શ્રદ્ધાપૂર્વક અહી આવીને દર્શન કરે તો એ ભક્તને પનોતી ક્યારેય નડતરરૂપ નહી બને. સાથે સાથે જે લોકોને ભૂતપ્રેતની બાધા નડે છે એ લોકો પણ ભૂત પ્રેતના ભયથી મુક્ત થાય છે અને અહી બિરાજમાન કષ્ટભંજન દેવ દરેક આવનાર ભક્તના કષ્ટ હરે છે. એટલે જ અહી હજારોની સંખ્યામાં ભક્તો ભક્તિભાવ રૂપે દર્શન કરી ધન્યતા અનુભવે છે,

લેખ, સંકલન : તૃપ્તિ ત્રિવેદી

ફોટા બાય : ચેતન પટેલ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks