મનોરંજન

બોલીવુડનો આ સુપરસ્ટાર પત્નીને ખુશી-ખુશી ઘરના કામમાં તેમની મદદ કરે છે, ખુલ્યું રાઝ

અભિનેત્રી પત્રલેખા ઘણીવાર રાજકુમાર રાવ સાથેની પોતાની લવલાઈફ અને પોતાની હોટનેસ માટે સુર્ખીઓમાં રહે છે. એકવાર ફરીથી તેને રાજકુમાર રાવ સાથેના પોતાના સંબંધોને લઈને કઈંક એવું કહી દીધી કે જેનાથી તેમની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ આવે છે.

Image Source

અભિનેત્રી પત્રલેખાનું કહેવું છે કે પુરૂષોનું ઘરના કામમાં મદદ કરવું કોઈ અનોખી વાત નથી. તેના બોયફ્રેન્ડ અભિનેતા રાજકુમાર રાવ ખુશી-ખુશી ઘરના કામમાં તેમની મદદ કરે છે.

થોડા સમય પહેલા પત્રલેખાએ એરિયલના વિજ્ઞાપન ‘સન્સ શેર ધ લોડ’ના સમર્થનમાં એક પેનલ ચર્ચામાં આ વાત કહી હતી. તેની મેજબાની અભિનેત્રી ટીસ્કા ચોપરાએ કરી હતી. જેમાં રાજકુમાર રાવ અને ગૌરી શિંદે પણ સામેલ હતા. તેને તેમને કપડાં ધોવા પર ધ્યાન આપવાની સાથે ઘરના કામોમાં લૈંગિક સમાનતા વિશે પણ વાત કરી હતી. પત્રલેખાએ કહ્યું હતું કે રાજકુમાર ખૂબ જ સહયોગી છે.

 

View this post on Instagram

 

Had the best time at @iamsrk’s b’day bash with @patralekhaa. This Christmas is all about #Zero. #zerothefilm

A post shared by Raj Kummar Rao (@rajkummar_rao) on

પત્રલેખાએ કહ્યું હતું, ‘કેટલી મજાની વાત છે કે હું એક માતૃપ્રધાન સમાજથી છું અને મને એક એવો બોયફ્રેન્ડ (રાજકુમાર) મળ્યો છે, જે હરિયાણાથી છે અને એમાં એ બધું જ છે, જે આપણે જ્યાના લોકો વિશે નથી સાંભળતા. એ મારા માટે ખાવાનું ગરમ કરે છે, જયારે નોકરાણી નથી આવતી તો એ ઘરમાં કચરો વાળે છે, મારા કપડાને ઈસ્ત્રી કરી આપે છે. એટલે મને લાગે છે કે જયારે અમારા ઘરમાં કામની વાત આવે છે, તો એમાં મદદ કરવામાં કોઈ તકલીફ પડવી ન જોઈએ.’

Image Source

પત્રલેખાને જયારે પૂછવામાં આવ્યું કે તેને શું લાગે છે કે ધીરે-ધીરે દ્રશ્ય બદલાઈ રહ્યું છે? એનો જવાબ આપતા પત્રલેખાએ કહ્યું, ‘પરંતુ હજુ પણ એક લાંબો રસ્તો પાર કરવાનો છે. આપણે જયારે નાના શહેરોમાં જઈએ છીએ, જ્યાંના જનસંખ્યા પણ વધુ છે અને જ્યાથી બદલાવ પણ શરુ થવો જરૂરી છે.’