ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પરિવારમાં 33 વર્ષ પછી જન્મી દીકરી, ફૂલોથી સજાયેલી ગાડીમાં લાવ્યા ઘરે, આરતી પણ ઉતારી, Photos જુવો ક્લિક કરીને

આજે પણ કેટલાક એવા પરિવાર છે જે દીકરીને ભાર માને છે. આમ છતાં પણ હવે લોકોની વિચારધારા બદલવા લાગી છે, અને કેટલાક એવા પરિવાર પણ છે જે દીકરીના જન્મ પર જોરદાર ઉજવણી કરે છે. મધ્યપ્રદેશના ધારથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રઘુનાથપુરાના રહેવાસી ગુરુદીપ સિંહની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. જ્યારે આ વાતની ખબર તેમના પરિવારને થઇ તો તેઓ ખુશીથી પાગલ થઇ ગયા.

Image Source

આ પરિવારમાં 33 વર્ષ પછી છોકરીનો જન્મ થયો છે. ગુરદીપ સિંહના ઘરે 26 માર્ચના છોકરીનો જન્મ થયો હતો અને હોસ્પિટલમાંથી 2 દિવસ પછી જયારે છૂટી આપવાના હતા ત્યારે તેમના પરિવારે દીકરીના સ્વાગતની ખાસ તૈયારી કરી રાખી હતી.

Image Source

પરિવારે દીકરીના જન્મને એકદમ યાદગાર બનાવી દીધો. હોસ્પિટલથી દીકરીને ફૂલોથી સજાયેલી ગાડીમાં ઘરે લેવામાં આવી હતી. પરિવારે દીકરીના નાના પગમાં કંકુ લગાડી તેના પગની છાપ ઘરનાં ઉંમરમાં છાપી હતી. તેના પછી દીકરીની આરતી ઉતારવામાં આવી અને પછી મા અને દીકરીએ ઘરમાં પ્રવેશ કરીયો.

Image Source

આખા ઘરને લાલ કલરના ફુગ્ગાથી સજાવવામાં આવ્યું હતું. દીકરીના દાદા કુલદીપ સિંહે જણાવ્યું કે તેમને 3 દીકરાઓ છે, તો આખા પરિવારને દીકરીના જન્મની ઈચ્છા હતી અને અમારું સૌભાગ્ય છે કે એ ઈચ્છા પુરી થઇ ગઈ.

મા નમનપ્રિત કૌરે જણાવ્યું કે વર્ષો પછી નાની પરીના અમારા ઘરે આવવાથી અમારો પરિવાર પૂર્ણ થઇ ગયો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks