ખબર

200 રૂપિયાની ભાડે લીધેલી જમીનમાંથી આ વ્યક્તિ બની ગયો લાખોપતિ, નીકળી એવી વસ્તુ કે કિસ્મત જ બદલાઈ ગઈ

કહેવાય છે કે ઉપરવાળો જયારે કઈ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત ઘણા લોકોના જીવનમાં સાર્થક પણ થયેલી  જોવા મળે છે. હાલ એક એવી જ ઘટના મધ્યપ્રદેશના એક ખેડૂત સાથે બની છે. જેને ભાડે લીધેલી જમીનની અંદરથી એક એવો ટુકડો હાથ લાગ્યો કે તેની કિસ્મત જ બદલાઈ ગઈ હતી.

Image Source

મધ્યપ્રદેશના પન્નામા રહેવાવાળા લખન યાદવે 200 રૂપિયાના ભાડાપટ્ટા ઉપર જમીન લીધી હતી. 45 વર્ષના લખનને તે જમીનની અંદરથી એક વિશિષ્ઠ પથ્થરનો ટુકડો મળ્યો. તેને નજીક જઈને એ પથ્થર ઉપરથી ધૂળ હટાવી ત્યારે તે ચમકવા લાગ્યો, અને આ પથ્થર હકીકતમાં કેવો છે તે જાણવા માટે લખન જિલ્લા હીરાધિકારી પાસે લઇ ગયો અને હીરા અધિકારીએ તેની ઓળખ કરતા અચાનક જ તે ખેડૂતની કિસ્મત બદલાઈ ગઈ હતી.

Image Source

લખનને જમીનમાંથી મળી આવેલો એ સામાન્ય પથ્થર નહોતો પરંતુ એક ખુબ જ કિંમતી હીરો હતો. આ હીરો 14.98 કેરેટનો હતો જેને શનિવારના રોજ એક નીલામી અંતર્ગત 60.6 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો.

અચાનક બદલાઈ ગયેલી પોતાની કિસ્મતના કારણે લખન લાખોપતિ બની ગયો. તે પોતાના બાળકોને સારું ભણતર આપવા માંગે છે. તેને કંઈપણ મોટું કરવાનું આયોજન નથી બનાવ્યું. તેને કહ્યું તે મોટી રકમ ફિક્સ ડીપોઝીટમાં જમા કરાવશે.

Image Source

લખને જણાવ્યું હતું કે, “હું કોઈ મોટી વસ્તુ નહીં કરું. હું ભણેલો નથી અને મારા ચાર બાળકોને સારું ભણતર આપવા માટે પૈસાને ફિક્સ ડિપોઝીટમાં મુકીશ.”