મનોરંજન

ખુશીના સમાચાર: આ TV અભિનેત્રીએ આપ્યો દીકરાને જન્મ, તસ્વીર મૂકીને જણાવ્યું નામ- જુઓ તસવીરો

એકતા કપૂરની સિરિયલ ‘કયામત’થી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવનારી અભિનેત્રી પંછી બોરા બીજી વાર માં બની છે. પંછીએ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો છે અને પોતાના દીકરા સાથે ક્યૂટ તસ્વીર શેર કરીને લોકોને આ ગુડન્યુઝ આપવાની સાથે સાથે દીકરાના નામનો પણ ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

#flashback 2010’

A post shared by Panchi Bora (@panchi_bora) on

પંછીએ વર્ષ 2017 માં જયદીપ પતંગિયા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેએ પોતાના દીકરાનું નામ ‘રયાન’ રાખ્યું છે. દીકરા સાથેની પહેલી તસ્વીર શેર કરતા પંછીએ લખ્યું કે,”Ryaan my lil baby!!”

 

View this post on Instagram

 

Ryaan my lil baby!!

A post shared by Panchi Bora (@panchi_bora) on


જણાવી દઈએ કે લગ્નના એક વર્ષ પછી જ બંન્ને પહેલી વાર માતા-પિતા બન્યા હતા, પંછીએ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો જેનું નામ રિયાના રાખ્યું હતું. ત્યારે પણ તેમણે દીકરી સાથેની પહેલી તસ્વીર શેર કરી હતી અને કૈપ્શનમા લખ્યું હતું કે,”અમારી ક્યૂટ દીકરી મિસ રિયાના પતંગિયા.” આ સિવાય પંછીએ દરેકનો શુભકામના આપવા બદલ આભાર પણ માન્યો હતો.

 

View this post on Instagram

 

Sometimes you just have to make a wish and believe lil angels are listening 💫

A post shared by Panchi Bora (@panchi_bora) on

એક ઇન્ટરવ્યૂમાં પંછી એ પોતાની પહેલી ડિલિવરી વિશે વાત કરતા કહ્યું હતું કે દીકરીના જન્મ સમયે તેને 48 કલાક લેબર પીડામાંથી પસાર થવું પડ્યું હતું. આટલી બધી પીડા સહન કર્યા પછી અંતે તે દીકરીને જન્મ આપી શકી હતી.

 

View this post on Instagram

 

🌸 #twinning P.s: my pregnancy sweater feels like a new one!!

A post shared by Panchi Bora (@panchi_bora) on

પંછીએ પોતાની કારકિર્દીની શરૂઆત કૈડબરી કમર્શિયલ દ્વારા કરી હતી. તેણે પોતાના કોલેજના અભ્યાસના પહેલા જ વર્ષમાં પહેલો શો ‘કિતની મસ્ત હૈ ઝિંદગી’ માં અભિનય કરવાનો નિર્ણય લીધો હતો. જેના પછી તેણે એકતા કપૂરના શો ‘કયામત’માં કામ કરવાનો નિર્ણય લીધો હતો.

 

View this post on Instagram

 

God can I be that skinny again!!

A post shared by Panchi Bora (@panchi_bora) on

દીકરાના જન્મના પહેલા પંછીએ પોતાના પતિ સાથે રજાના દિવસોને પણ મન ભરીને માણ્યા હતા. જેની તસ્વીરો પણ પંછીએ પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તે પોતાના પતી સાથે પોઝ આપતી દેખાઈ રહી હતી.

તસ્વીર પરથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પંછીએ પોતાની ગર્ભાવસ્થાનો ખુબ આનંદ માણ્યો છે. તસ્વીરોમાં બંન્ને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને પંછીનું બેબી બમ્બ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

So much fun to see her having fun👩‍👧 #motherhood

A post shared by Panchi Bora (@panchi_bora) on

પંછીને સાચી લોકપ્રિયતા કયામત સિરિયલ દ્વારા જ મળી હતી. શો માં તેની સાથે અભિનેતા જય ભાનુશાલી અને શબ્બીર અહલુવાલિયા પણ હતા. પંછીને છેલ્લી વાર સિરિયલ ગંગામાં જોવામાં આવી હતી. જેના પછી પંછીએ ટીવી દુનિયાથી દુરી બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

The horizon Ocean Breeze Sand Sun clear blue Skies and me❣️

A post shared by Panchi Bora (@panchi_bora) on

તેના સિવાય પંછી અત્યાર સુધીમાં કહી તો હોગા, સીઆઇડી, દ હિંદૂ, કેશવ પંડિત, ગુમરાહ વગેરે જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.