હનુમાન દાદાનો આ મંત્ર જાણી લો ક્યારેય કોઈ મુશ્કેલી કે ગ્રહ નડતર નહીં નડે, ઘણા લોકોએ કર્યો છે આ પ્રયોગ🙏🙏

0

હિન્દુ ધર્મમાં ઘણાં દેવી દેવતાઓ છે. દરેક દેવી દેવતાઓનું મહત્વ અલગ અલગ છે. દરેકને તેમના પોતાના ઇષ્ટદેવતાઓ દેવતાઓ છે. તેમજ તેમને તેમનાં દેવી કે દેવતાઓ વધુ પ્રિય છે. હિન્દુ ધર્મમાં હનુમાન જ એકમાત્ર એવા ભગવાન છે, જેમણે એક ભક્ત બનીને ભગવાનને પામ્યાં હતાં. હનુમાનજીને કલિયુગના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રભુ શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી આઠ ચિરંજીવીમાંથી એક છે. જે અનંત કાળથી પોતાના ભક્તોની પાસે રહે છે અને તેમની મનોકામના પૂરી કરે છે.

દેવતાઓમાં ભગવાન શિવ પછી હનુમાનજી જ એક એવા દેવતા છે જે પોતાના ભક્તોની ભક્તિથી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામ, હનુમાનની ભક્તિથી ખુશ થયા, તેમને અમરત્વનું વરદાન આપ્યું અને તે હજુ પણ આ કલયુગમાં હાજર છે. એટ્લે જ દરેક ભક્ત જો સાચા હૃદયથી પંચમુખી હનુમાન મંત્રનો જાપ કરશે તો હનુમાનજી તરત જ તેને ફળ આપે છે.

Image Source

પરંતુ એ જરૂરી નથી કે હનુમાન મંત્ર વાંચીને કે સ્તુતી કરો. આ વાતનો રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાન જીએ સાચા મન અને સ્વાર્થ અભિવ્યક્તિ સાથે ભગવાન રામની ઉપાસના કરી હતી. જ્યારે રામ દરબારમાં ભેટ સ્વીકારવામાં ન આવી અને વિભૂષણે હનુમાનજીની મજા ઉડાવી હતી, ત્યારે તેણે પોતાની છાતી ચીરી અને સીતા રામનાં દર્શન પોતાનાં હૃદયમાં કરાવ્યાં હતાં. ત્યારથી ભગવાન રામ પણ હનુમાનને સૌથી પ્રામાણિક વ્યક્તિ માનતા હતા. પવનપુત્ર હનુમાનનાં ઘણા નામો અને ઘણાં સ્વરૂપો છે.

જે સાચ્ચા મનથી હનુમાનને માને છે. જે સાચું ધ્યાન ધરે છે. એ તમામ ભક્તોને હનુમાનજી ફળ જરૂર આપે છે. આજે અમે તમને કેટલાક એવા ચમત્કારિક મંત્ર જણાવી રહ્યા છે જેની મદદથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો અને તેઓ તમારી રક્ષા કરશે.

હનુમાનજીના ઘણા સ્વરૂપોમાંનું એક સ્વરૂપ પંચમુખી હનુમાન છે. જેની પાછળ એક કહાની પણ જોડાયેલી છે. એમ કહેવામાં આવે છે કે હનુમાને પંચમુખીનું રૂપ રામ અને લક્ષ્મણને અહિરાવણ અને મહિરાવણથી બચાવવા માટે ધર્યું હતું. અહીં અમે તમને પંચમુખી હનુમાનો ઉપાસના મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ.

Image Source

પંચમુખી હનુમાન મંત્ર

ૐ એં શ્રી હીં હીં હીં હં હૌં હઃ ૐ નમો ભગવતે મહાબલ પરાક્રમાય ભૂત-પ્રેત-પિશાચ બ્રમહ રાક્ષસ શાકિની ડાકિની યક્ષિણી પૂતના મારીમહામારી રાક્ષસ ભૈરવ બેતાલ ગ્રહ રાક્ષસદિકાન ક્ષનેન હન હન, ભંજય ભંજય મારય મારય, ક્ષય શિક્ષય મહામહેશ્વરે રુદ્રવતાર ૐ હૂમ ફટ સ્વાહા, ૐ નમો ભગવતે હનુમાદખ્ય રુદ્રાય સર્વ દુષ્ટજન મુખ સ્તંભન કૃરું હીં હં હૌં હઃ ૐ ઠમ ઠમ ઠમ ફટ સ્વાહા.

આ હનુમાન મંત્રનો દિવસમાં ઓછામાં ઓછા 11 વખત પાઠ કરો. તેનો જાપ કરીને, તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારા પરિવારમાં ચાલી રહેલી તકરાર અને વિપત્તિ સમાપ્ત થઈ જશે. આ મંત્ર તમને ખરાબ દૃષ્ટિ અને જાદુ ટોણાંથી રક્ષણ આપશે.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના કેટલાક અનોખા મંત્ર આજે અમે તમને જણાવીશું.

Image Source

શ્રી હનુમંતે નમ:

આ મંત્રનું ઉચ્ચારણ તમારે ૧૦૮ વાર રુદ્રાક્ષની માળા દ્વારા સાચા મનથી જાપ કરવાના છે. આ જાપ કરી લીધા પછી હનુમાનજી સમક્ષ તમારા દુઃખ દુર કરવાની વિનંતી કરો. સાથે સાથે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર ચઢાવો. જો આની સાથે તમે હનુમાનજીને વસ્ત્ર અર્પણ કરો તો સૌથી વધુ સારું રહેશે.

  • ડરને ભગાવવા માટે હનુમાન મંત્ર: હં હનુમંતે નમઃ
  • ભૂત પ્રેતને દુર ભગાડવા માટેનો હનુમાન મંત્ર : હનુમાનજી સુનો વાયુપુત્ર મહાબલ:, अकस्मादागतोत्पांत नाशयाशु नमोस्तुते..|
  • અદ્રશ્ય શક્તિ નાશ માટેનો હનુમાન મંત્ર : હં હનુમંતે રુદ્રત્મકાય હું ફટ્ટ
  • મનોકામના પૂર્ણ કરવા માંગતા વ્યક્તિએ આ હનુમાન મંત્રનો જાપ કરવો. महाबलाय वीराय चिरंजिवीन उद्दते. हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये..|
  • મુશ્કેલીઓ દુર કરવા માટેનો હનુમાન મંત્ર : ऊँ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा|
  • દેવામાંથી મુક્ત થવા માટેનો મંત્ર : ऊँ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा|
Image Source

હનુમાન કવચ:

હનુમાનજીને અમુક સરળ મંત્ર જાપથી પણ ખુશ કરી શકાય છે, સાચા હૃદયથી કરેલી પૂજા ક્યારેય વ્યર્થ નથી જતી. આવો જ એક અજોડ ઉપાય છે હનુમંત કવચ. હનુમંત કવચમાં અપાર શક્તિ હોય છે સાથે સાથે તે જાતકને ખુબ ફળદાયી પણ છે. તમને જણાવો દઈએ કે આ હનુમંત કવચની રચના પ્રભુ શ્રીરામે પોતાની જાતે કરી છે. એટલું જ નહિ પ્રભુ શ્રીરામે રાવણ સાથે યુદ્ધ પર જતા પહેલા પોતે પણ આ મંત્રનો જાપ કર્યો હતો.

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट । लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट ॥‘ नाम पाहरू दिवस निसि ‘… સીતાજીની ચારો તરફ તમે વસેલા છો. કારણકે તેઓ ત્યાં રહીને પણ રાત અને દિવસ તમારા નામનું જ સ્મરણ કરે છે. તેઓ હંમેશા ભગવાન રામનું જ ધ્યાન ધારે છે. તેઓ જયારે પણ પોતાની આંખો ખોલે છે તો પોતાના ચરણ સામે જુએ છે અને તમારા ચરણોને યાદ કરે છે.

તો ‘ जाहिं प्रान केहिं बाट ‘….. વિચારો તમારા ઘરની આસપાસ કડક પહેરો હોય. જમીન કે આકાશ કોઈપણ બાજુથી કોઈ પણ અંદર પ્રવેશ કરી શકે નહિ એવી ગોઠવણ કરી હોય તો ચોર ચોરી કરવા કેવીરીતે આવી શકે. બસ આવી જ રીતે માતા સીતાએ પ્રભુ શ્રીરામનું રક્ષા કવચ ધારણ કર્યું હતું. આ રીતે તેઓ પોતાના જીવની રક્ષા કરતા હતા.

માતા સીતા એ દિવસમાં ૩ થી ૪ વાર શાંતિથી બેસે અને ૨ થી ૩ મિનીટ અમુક મંત્રનું જાપ કરીને એવું વિચારતા હતા કે તેમની ચારે બાજુ ભગવાન રામનું નામ ફરી રહ્યું છે અને પ્રભુ રામ તેમની રક્ષા કરી રહ્યા છે. બસ આમ તમે પણ નિયમિત મંત્ર જાપ કરશો તો ઈશ્વર તમારી સાથે જ રહેશે અને સતત તમારી રક્ષા કરશે. તમારા જીવનની દરેક સમસ્યા દુર થઇ જશે.

Image Source

હનુમાન કવચ એ ઈશ્વરીય શક્તિ ધરાવે છે. તેના પ્રભાવથી કોઇપણ ખરાબ શક્તિ અને મુસીબત તમારાથી દુર રહેશે. ઘણા અહુનામ ભક્તો આ હનુમાન કવચ વિષે જાણતા હશે. આ કવચની શક્તિથી મન એકાગ્ર થાય છે. જે પણ વ્યક્તિઓનું મન વિચલિત અથવા ચંચલ હોય તેઓનું મન શાંત અને સ્થિર થાય છે. કહેવાય છે કે આ કવચ એ હનુમાનજીનો શક્તિગ્રહ છે.

હનુમાન કવચના ફાયદા

આ કવચથી ભૂત, પ્રેત, ચાંડાલ, રાક્ષસ જેવી અનેક ખરાબ આત્માઓથી બચી શકાય છે. આ કવચ તમને અનેક કાળા જાદુ અને અનેક તોડકાઓથી તમને બચાવશે. કાળું જાદુ આની સામે અસર નથી કરતુ. આ કવચના યોગ્ય ઉપયોગથી તમારા જીવનની દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે. આ એક દુખ દર્દ દુર કરવા માટેનો મંત્ર પણ છે. આ સાથે જીવનમાં આવનારી તકલીફો પણ ઓછી થઇ જશે. આ મંત્રના નિયમિત જાપથી જીવનમાં અનેક ખુશીઓનું સ્વાગત થશે. તેઓ સુખ અને સમૃદ્ધિથી સંપૂર્ણ બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here