ખબર મનોરંજન

દીકરાના લગ્નમાં મન મૂકીને નાચી પદ્મિની કોલ્હાપુરે, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

લગ્નનો માહોલ શરૂ થઇ ગયો છે ત્યારે બોલીવુડમાંથી પણ ઘણા લગ્નોની ખબરો આવી રહી છે. હાલમાં જ વીતેલા જમાનાની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્માના લગ્ન યોજાયા. પ્રિયાંકે પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાની સાથે લગ્ન કર્યા છે.

તે બંનેએ 4 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ 5 ફેબ્રુઆરીના રોજ બંનેના લગ્ન હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે થયા. આ બંનેના લગ્નની સંગીત સેરેમની પણ યોજાઈ હતી. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

પ્રિયંકા શર્મા અને શજા સગાઈ ડિસેમ્બર મહિનામાં થઇ હતી જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. આ બંનેની સગાઈ પરિવાર વાળા અને નજીકના મિત્રોની હાજરીમાં થઇ હતી. ત્યારબાદ હવે બંનેએ હિન્દૂ રીતિ રિવાજ સાથે ફેરા પણ લઇ લીધા છે.

લગ્નના એક દિવસ પહેલા શજા મોરાની અને પ્રિયાંક શર્માની સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં પદ્મિની કોલ્હાપુરી એ ખુબ જ ડાન્સ પણ કર્યો હતો. પદ્મિનીના ચહેરા ઉપર દીકરાના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેને પોતાના દીકરા સાથે ઢોલના ધમકારે ખુબ જ ડાન્સ કર્યો.

શ્રદ્ધા કપૂર પદ્મિનીની બહેન શિવાંગી કોલ્હાપુરીની દીકરી છે. એવામાં શ્રદ્ધા પણ ખાસ અંદાજમાં માતા-પિતા અને ભાઈની સાથે લગ્નમાં શામિલ થઇ હતી.આ સમયે શ્રદ્ધાએ પીળા રંગની સાડી પહેરી રાખી હતી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

શ્રદ્ધાએ પણ પોતાના ભાઈની તસ્વીર શેર કરી હતી અને શુભકામના આપતા લખ્યું હતું કે,”મુબારક મારા બાબુ ભાઈ પ્રિયાંક શર્મા અને ભાભી. તમારું વિવાહિત જીવન ખુબ સારી રીતે ચાલે”.

પ્રિયાંકે વર્ષ 2013માં શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો દ્વારા ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2020માં તે સબ કુશલ મંગલમાં પણ જોવા મળ્યો હતો, જ્યારે શજા ઓલવેઝ કભી કભી અને હેપ્પી ન્યુ યર જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુકી છે.