ફિલ્મી દુનિયા

50ની ઉંમરમાં 25ની લાગે છે પદ્મા લક્ષ્મી, 7 તસ્વીર જોઈને રહી જશો આશ્ચ્રર્યચકિત

એક્ટ્રેસ, મોડેલ અને ટીવી હોસ્ટ પદ્મા લક્ષ્મી 50 વર્ષની થઇ ગઈ છે. પદ્માએ 1 સપ્ટેમ્બરએ 50મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. પદ્માનો જન્મ 1 સપ્ટેમ્બર 1970ના રોજ થયો હતો.

બાળપણમાં જ માતા-પિતાથી અલગ થયા બાદ તેનું બાળપણ ન્યુયોર્કમાં વીત્યું હતું. પદ્માએ મોડેલિંગની શરૂઆત 18 વર્ષની ઉંમરમાં જ કરી હતી.

હાલમાં જ પદ્મા લક્ષ્મીએ એક તસ્વીર શેર કરી હતી. જેના કેપ્સનમાં લખ્યું હતું કે, 50 તો નવું છે પરંતુ મને લાગે છે કે, હજુ 30મું શરૂ થયું છે. આ પોસ્ટ બાદ પદ્મની અન્ય તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી છે.

પદ્મા લક્ષ્મી હંમેશા ખાવા-પીવાની સાથે-સાથે તેના ફિગર અને ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. પદ્માની આ બોલ્ડ તસ્વીર જોયા બાદ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

પદ્માએ મોડેલિંગની શરૂઆત 18ની ઉંમરમાં કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, એક વાર સ્પેનના મેડ્રિડ શહેરમાં એક કેફેમાં બેઠી હતી, તે સમયે એક મોડેલિંગ એજન્ટ તેની પાસ આવી અને મોડેલિંગ માટે તેને અપ્રોચ કરી હતી. બસ ત્યારથી જ તેની મોડેલિંગ કરિયરની શરૂઆત થઇ હતી.

તમિલ પરિવારમાં જન્મેલી પદ્મા જયારે 2 વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. પિતાએ ક્યારે પણ તેની દીકરીને પિતા તરીકેનો પ્રેમ નથી આપ્યો. પદ્મા એક સફળ મોડેલની સાથે-સાથે એક લેખક પણ છે. વર્ષ 2003માં તેને બોલીવુડમાં ‘બુમ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

પદ્માએ વર્ષ 2004માં મશહૂર ઉપન્યાસકાર સલમાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સલમાનની ઉંમર 51 વર્ષની હતી જયારે લક્ષ્મીની ઉંમર 28 વર્ષની હતી. લગ્નના 3 વર્ષ બાદ રાજીખુશીથી અલગ થઇ ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.