ખબર

ફરી એક હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપના કારણે આટલા દર્દીઓના મોત, એક ડોક્ટર પણ સામેલ

કોરોનાના વધી રહેલા સંકટના કારણે હોસ્પિટલમાં બેડ ભરાઈ ગયા છે. તો ઓક્સિજનની પણ ઉણપ ઠેર ઠેર વર્તાઈ રહી છે. દિલ્હીમાં પણ ઓક્સિજનની ઉણપના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહયા છે. દિલ્હીની હાઇકોર્ટની અંદર પણ સુનાવણી ચાલી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે દિલ્હી હાઇકોર્ટમાં આજે આ કેસની સુનાવણી દરમિયાન બત્રા હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજનનું સંકટ ઘેરાયું છે. જેના કારણે 8 દર્દીઓના મોત થયા છે. જેમાં હોસ્પિટલના એક ડોક્ટર પણ સામેલ છે.

(પ્રતીકાત્મક તસવીર)

જો કે, બત્રા હોસ્પિટલની અંદર આ બધા વચ્ચે જ ઓક્સિજનનો સપ્લાય પણ પહોંચી ગયો. પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઇ ગયું હતું. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે “અમને સમય ઉપર ઓક્સિજન ના મળ્યું. બપોરે 12 વાગે જ અમારું ઓક્સિજન ખતમ થઇ ગયું હતું અને અમને દોઢ વાગે સપ્લાય મળ્યો. અમે 8 જીવ ગુમાવીદીધા જેમાં અમારા એક ડોક્ટર પણ હતા.”