ખબર

BREAKING: કોરોના મહામારી વચ્ચે સરકારનો મોટો નિર્ણય

કોરોનાના વધતા કેસને કારણે દેશભરમાં ઓક્સિજનથી લઈને હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે. આની વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેડિકલ સાધનો અને ઓક્સિજનની અછતને પૂરી કરવા માટે એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં સતત વધતો કોરોના કહેર વધુ ચિંતાજનક સ્થિતિ પેદા કરી રહ્યો છે. કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પડતી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યુ કે, પીએમ કેર ફંડથી 100 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

સરકારે કહ્યુ કે પીએમ કેર ફંડ અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં તેમનો પોતાનો ઓક્સિજન પ્લાન્ટ હશે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ સરકારે કહ્યું કે પીએમ કેર ફંડ અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની આયાત પણ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ સંબંધમાં તેઓ આદેશ જારી કરી રહ્યા છે અને આને ગૃહ મંત્રાલય દ્વારા અધિસૂચિત કરવામાં આવશે. જરુરીયાત વાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે.

મંત્રાલયે કહ્યુ કે ઓક્સિજનના નિર્માણ યુનિટમાં ઉત્પાદન વધાર્યુ છે પહેલાથી સ્ટોક હાજર છે. હાલમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે. તેમજ કહ્યુ કે જરુરિયાતના હિસાબથી ઓક્સિજનની સુગમ આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત કક્ષા બનાવવા અને સિલેન્ડરો તથા ટેંકરોની જરુરીયાતોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે.