ખબર

કોરોના વાયરસ રસીનું ક્લિનિકલ ટ્રાયલ સફળ, આ મહિનામાં આવી શકે છે માર્કેટમાં

કોરોના વાયરસ એટલી તેજીથી દુનિયાભરમાં ફેલાઈ ગયો પરંતુ હજુ સુધી તેની દવા શોધી શકાય નથી, દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી સદોહવામા લાગી ગયા છે ત્યારે બ્રિટેનની ઓક્સફર્ડ જેનર ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વાયરસની રસી બનાવીને તેનું ક્લિનિકલ ટ્રાયલ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર 2020 સુધી આ રસી બજારમાં આવી શકે છે.

Image Source

ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા ગુરુવારના રોજ માનવ ઉપર તેનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.  આ રસીની શોધમાં લાગેલા વૈજ્ઞાનિકોની ટીમનું કહેવું છે કે તેના સફળ થવાના ચાન્સ 80 ટકા સુધી રહેલા છે. બ્રિટિશ સરકારે પણ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયની ટીમને આ કઠોર મહેનત માટે 2 કરોડ પાઉન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.

સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકોક દ્વારા કહેવામાં આવ્યું છે કે ” સરકાર દરેક સંભવ નિવેશ કરશે, દુનિયાની અંદર સફળ રસી વિકસિત કરવા વાળો પહેલો દેશ બનાવ ઉપર એટલી આશા છે કે હું તેના ઉપર બધું જ લગાવી રહ્યો છું.”

Image Source

આ રસીને ચિમ્પાન્જી દ્વારા મેળવેલા હાનિકારક વાયર્સસ દ્વારા બનાવવામાં આવી છે. આ પરીક્ષણમાં જોડાયેલા લોકોને 625 પાઉન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.  500 લોકો પરીક્ષણનું લેક્સી છે. જેના માટે 1,112 વેલેન્ટિયરની પણ જરૂર છે. ઓક્સફર્ડ રસી પરિયોજનાના પ્રમુખ પ્રો. સારાહ ગિલબર્ટનું કહેવું છે કે જો પરીક્ષણ સફળ રહ્યું તો આશા છે કે સપ્ટેમ્બર સુધી 10 લાખ ડોઝ બનાવી શકીશું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.