વાયરલ

પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગ્યું શાહમૃગ અને આવી ગયું સીધું રોડ ઉપર, જુઓ વાયરલ થઇ રહેલો વીડિયો

સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગેલું આફ્રિકી પ્રજાતિનું શાહમૃગ રસ્તા ઉપર દોડતું જોવા મળી રહ્યું છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો પાકિસ્તાનનો છે જ્યાં કરાચીના રોડ ઉપર શાહમમૃગ ભાગતું જોવા મળી રહ્યું છે. આ વીડિયોને ઉષ્મા કુરેશી નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે કરાચીના રસ્તાઓ ઉપર એક શાહમૃગ દોડી રહ્યું છે. ભીડભાડ વાળા આ રસ્તા ઉપર શાહમૃગને લોકો દોડતું જોઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ શાહમૃગ એક પ્રાણી સંગ્રહાલયનું છે, અને ત્યાંથી ભાગીને તે રસ્તા ઉપર આવી ગયું હતું.