અજબગજબ

લાખોની નોકરી છોડીને આ વ્યક્તિએ શરૂ કર્યો જામફળ ઉગાવવાનો વ્યવસાય, એક જ સીઝનમાં કમાયો 12 લાખ રૂપિયા

કોરોના કાળની અંદર ઘણા લોકો આજે નોકરી વિહોણા થઇ ગયા છે. તો ઘણા લોકો હવે ખેતી તરફ પાછા પણ વળવા લાગ્યા છે. આ બધા વચ્ચે જ એક વ્યક્તિએ પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી અને ખેતરમાં ખેતી કરવાનો નિર્ણય કર્યો. તેને પોતાની સૂઝ બુઝ અને મહેનતથી ખેતરમાં જામફળની ખેતી કરી અને એક જ સીઝનમાં 12 લાખ રૂપિયાની કમાણી પણ કરી છે.

Image Source

આ વ્યક્તિ છે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંકલખોપ ગામનો રહેવાસી શીતલ સૂર્યવંશી. જે એમબીએનો અભ્યાસ કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો.જ્યાં તેને 6 વર્ષ સુધી અલગ અલગ પોસ્ટ ઉપર કામ કર્યું, અને તેનો પગાર પણ લાખોમાં હતો.

પરંતુ 2015માં તેણે પોતાની નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો અને ઑર્ગેનિક જામફળની ખેતી શરૂ કરી. આજે તેના ખેતરમાંથી  4 ટન જામફળ નિકળે છે. મુંબઈ, પુણે, સાંગલી સહિતના શહેરોમાં તે જામફળ મોકલે છે. અને એક જ સીઝનની તેની કમાણી 12 લાખ રૂપિયાય છે.

Image Source

શીતલની ઉંમર 34 વર્ષની છે તેના પિતા ખેડૂત છે. તેને બે ભાઈઓ પણ જેમાં એક ડૉક્ટર છે અને એક આર્કિટેક. શીતલનું કહેવું છે કે: “જ્યારે નોકરી છોડવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારે વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે સારી એવી નોકરી છોડીને ખેતી કેમ કરવા માંગે છે? ખેતીમાં નફો જ કેટલો છે?”

શીતલે વધુમાં જણાવ્યું કે: “અમે જ્યાં રહીએ છે ત્યાં મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. મારા પિતા પણ શેરડીની ખેતી કરતા હતા. પરંતુ તેમાં વધુ નફો નહોતો થતો. ઊપરથી સમય પણ વધુ લાગતો હતો. એક પાક તૈયાર થતા 15 થી 16 મહિના થતા. સાથે જ ફેક્ટરીમાં વેચ્યા બાદ પૈસા પણ એકાઉન્ટમાં મોડા આવતા હતા.”

Image Source

શીતલે આગળ જણાવ્યું કે: “એટલે મે વિચાર્યું કે કાંઈક અલગ કરવાનું રિસ્ક લેવામાં આવે. બીજા ખેડૂતો શેરડી વાવી રહ્યા છે એટલે અમે કાંઈક બીજી ખેતી કરીશું. શરૂઆત મેં દ્રાક્ષથી કરી પરંતુ તેમાં કાંઈ ખાસ નફો ન થયો. આ વચ્ચે જ મારો એક મિત્ર મને મળ્યો. તેની શિરડીમાં જામફળની નર્સરી હતી. તેણે મને ઑર્ગેનિક જામફળની ખેતી કરવાનો આઈડિયા આપ્યો. ત્યારબાદ હું શિરડી ગયો, ત્યાંના બગીચામાં ગયો અને જામફળની ખેતી શીખી.”

શીતલ જણાવે છે કે: “જ્યારે મે મારા પિતાને જામફળની ખેતી કરવા વિશે જણાવ્યું તો તેમને ના પાડી દીધી. તે નહોતા ઈચ્છતા કે શેરડીની જગ્યાએ અમે કોઈ બીજો પાક ઉગાડવાનું જોખમ લઈએ. પછી મે તેમને સમજાવીને બે એકડ જમીન પર જામફળ ઉગાડવાનો નિર્ણય લીધો. ત્યારબાદ હું અલગ-અલગ શહેરોમાં ગયો. ત્યાં જામફળના બજાર, ક્યાં કેટલી માંગ છે અને ત્યાં સુધી પહોંચાડવાનો રસ્તો શું હશે, માટી કેવી હશે, પ્લાન્ટની કઈ જાત યોગ્ય હશે, આ તમામ વસ્તુને લઈને થોડા દિવસ સંશોધન કર્યું.”

Image Source

તેને જણાવ્યું કે “ઑગસ્ટ 2015માં મે 2 પ્રકારના જામફળનો પાક લગાવ્યો. એક લલિત અને બીજી જી વિલાસ. પહેલા વર્ષે જ 20 ટનનું ઉત્પાદન થયું. 3 થી 4 લાખની આવક થઈ. તેમાં અમારું મનોબળ વધ્યું અને આગામી સીઝનમાં વધુ જમીન પર જામફળ ઉગાડવાનું પ્લાનિંગ કર્યું.”

શીતલ આજે 4 એકર જમીન પર જામફળ ઉગાડી રહ્યા છે. 5 લોકો તેની સાથે કામ પણ કરે છે. દરેક એકડમાં 10 ટન જામફળ નિકળે છે. હાલમાં લલિત, જી બિલાસ અને થાઈલેન્ડ પિંકનું ઉત્પાદન થાય છે. લલિતની સાઈઝ નાની હોય છે, જ્યારે જી બિલાસ અને થાઈલેન્ડ પિંકની સાઈઝ મોટી હોય છે.

Image Source

શીતલ જણાવે છે કે: “શેરડીની ખેતીમાં સમય તો વધારે લાગતો જ હતો, સાથે જ વધુ પાણી પણ આપવું પડતું હતું. આ સાથે જ દર વર્ષે ખેડવાની પણ જરૂર રહેતી હતી. પરંતુ જામફળની ખેતીમાં એવું નથી હોતું. એક વાર છોડ રોપી દીધા બાદ 10-12 વર્ષની શાંતિ. જેના કારણે દરવર્ષે પ્લાન્ટેશનમાં થવાવાળો ખર્ચો પણ બચી જાય છે.

શીતલ જણાવે છે કે: “ગયા વર્ષે પૂર આવ્યું હતું જેમાં અમને ઘણું જ નુકસાન થયું હતું. આ વખતે જ્યારે કોરોનાના કારણે લૉકડાઉન લાગ્યું તો વધારે નુકસાન થયું. 4 થી 5 ટન જામફળ પાકી અને સડી ગયા. તેને અમે માર્કેટમાં ના લઇ જઈ શક્ય. પરંતુ હવે જુલાઈ પછી સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ધીમે-ધીમે બધું જ પાટા ઉપર ચઢી રહ્યું છે. હવે અમે ફરી માર્કેટમાં જામફળ સપ્લાય કરી રહ્યા છે.”

Image Source

શીતલ કહે છે કે “દર વર્ષે મોટી સંખ્યામાં જામફળ પાકીને નીચે પડી જાય છે. અનેક વાર બધા જામફળ વેચાત પણ નથી. એટલે અમે એક પ્રોસેસિંગ યુનિટ લગાવવવાનું વિચારી રહ્યા છે. જેના કારણે એ જામફળના અન્ય પ્રોડક્ટ્સ તૈયાર કરી શકાય.”

શીતલે આગળ જણાવ્યું કે: “ઑર્ગેનિક જામફળની ખેતી શરૂ કરતા પહેલા સંશોધનની જરૂરી છે. તમારે ખેતી કરવી છે ત્યાં સ્થાનિક માર્કેટ, જરૂરિયાત, અને ટ્રાન્સપોર્ટેશનની જાણકારી હોવી જોઈએ. સાથે જ આપણે જે જમીન ઉપર ખેતી કરવાની છે તે ઓછા પાણી વાળી હોવી જોઈએ. રાસાયણિક ખાતરની જગ્યાએ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી જમીનની ઉપજ શક્તિ વધે છે. બે છોડ વચ્ચે 9/6નું અંતર હોવું જોઈએ. જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં છોડ લગાવી શકાય છે.

Image Source

કેટલો સમય લાગે શકે છે છોડને તૈયાર થવામાં ?:
સારી જાતના જામફળના છોડ લગભગ એક વર્ષમાં તૈયાર થઈ જાય છે. પહેલા વર્ષેમાં એક છોડમાંથી 6 થી 7 કિલો જામફળ નિકળે છે. તેના થોડા સમય બાદ 10 થી 12 કિલો ઉત્પાદન થવા લાગે છે.

Image Source

શું સાવધાની રાખવી જોઈએ?:
શીતલ જણાવે છે કે: “જામફળની ખેતી માટે યોગ્ય સમય અને માટીનું હોવું જરૂરી છે. આપણે ઓછી માટી વાળી જમીન પર રોપાણ કરવું જોઈએ. આવી જગ્યા ઉપર વાતાવરણ અને વરસાદની અસર સારી થાય છે. માટે તેની તૈયારી પહેલા કરી લેવી જોઈએ. વધારે પાક લેવા માટે લોકો મોટા ભાગે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. પરંતુ આપણે તેનાથી બચવું જોઈએ. આ પ્લાન્ટથી નુક્શાન તો થાય છે જ સાથે તે આપણી જમીન માટે પણ ઠીક નથી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.