અદ્દભુત-અજબગજબ ખબર

મોદી સરકારની આ યોજના અંતર્ગત પત્નીના નામે ખોલાવો બેંક એકાઉન્ટ, દર મહિને મળશે 61 હજાર રૂપિયાની રકમ

પત્નીનું એકાઉન્ટ ખોલાવો પછી દર મહિને મળશે 61 હજાર રૂપિયાની રકમ- જાણો

કોરોના મહામારી બાદ ઘણા લોકોની આર્થિક સ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ છે. ત્યારે ઘણા પરિવારો એવા પણ છે જ્યાં કમાનાર ફક્ત એક જ વ્યક્તિ હોય છે અને તેને આખા પરિવારનું ભરણ-પોષણ કરવું પડતું હોય છે. ત્યારે આવા લોકો માટે હવે મોદી સરકાર એક સરસ મઝાની સ્કીમ લઈને આવી છે.

Image Source

આ સ્કીમમાં જો તમે તમારી પત્નીના નામે ખાતું ખોલાવો છો તો દર મહિને તમને સારી એવી રકમ પણ મળે છે. ભલે તમારી પત્ની ગૃહિણી જ હોય તે છતાં પણ તેના એકાઉન્ટ દ્વારા તમે મોટી રકમ દર મહિને મળેવી શકો છો.

Image Source

આ યોજના સાથે તમે તમારી પત્નીને આત્મનિર્ભર પણ બનાવી શકો છો. જેના કારણે જયારે તમે નહિ હોય ત્યારે તેની પાસે રેગ્યુલર આવક આવતી રહેશે. મોદી સરકારની આ સ્કીમનું નામ છે નેશનલ પેંશન સ્કીમ (NPS). જેમાં રોકાણ કરીને તમે તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો.

Image Source

પત્નીનાં નામ ઉપર આ રીતે ખોલો ન્યુ પેંશન સિસ્ટમ ખાતું:
પત્નીના નામ ઉપર એનપીએસ એકાઉન્ટ ખુલી શકે છે. આ એકાઉન્ટમાં તમારી પત્નીને 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા ઉપર તેને એક નક્કી રકમ મળશે. સાથે જ દર મહિને પેંશનના રૂપમાં રેગ્યુલર આવક પણ થશે. એનપીએસ એકાઉન્ટની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલું પેંશન મળશે. જેના કારણે તમારી પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈ ઉપર નિર્ભર નહીં રહે.

Image Source

ખુબ જ સરળ છે પૈસાનું રોકાણ કરવું:
NPS એકાઉન્ટની અંદર તમે પોતાની સુવિધા અનુસાર દર મહિને અથવા તો વાર્ષિક રીતે પૈસા જમા કરાવી શકો છો. તમે માત્ર 1000 રૂપિયાની રકમથી પણ તમારી પત્નીના નામ ઉપર NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમરમાં NPS એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. એક નિયમ અંતર્ગત તમે ઈચ્છો તો પત્નીની 65 વર્ષની ઉંમર સુધી તમે NPS એકાઉન્ટ ચલાવી શકો છો.

Image Source

કોણ જોડાઈ શકે છે NPS સાથે:
NPSમાં 18થી લઈને 60 વર્ષ સુધીની ઉંમર સુધીના કોઈપણ પગારદારી વ્યક્તિ જોડાઈ શકે છે. NPSમાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. Tier-I અને Tier-II. Tier-I એક રિટાયરમેન્ટ એકાઉન્ટ હોય છે. જેને દરેક સરકારી કર્મચારી માટે ખોલાવવું અનિવાર્ય છે. તો Tier-II એક વોલેન્ટરી એકાઉન્ટ હોય છે. જેને કોઈપણ પગારદારી પોતાના તરફથી ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી શકે છે અને ક્યારયે પણ પૈસા ઉપાડી શકે છે.

Image Source

કેવી રીતે મળશે માસિક 60 હજાર રૂપિયાનું પેંશન:
જો આ યોજનામાં તમે 25ની ઉંમરથી જોડાવ છો તો 60 વર્ષની ઉંમર સુધી એટલે કે 35 વર્ષ સુધી તમારે દર મહિને 5000 રૂપિયા સ્કીમ અંતર્ગત જમા કરવાના રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલું કુલ રોકાણ 21 લાખ રૂપિયા થશે. NPSમાં કુલ રોકાણ ઉપર અનુમાનિત રિટર્ન 8 ટકા માની લઈએ તો કુલ કોપર્સ 1.15 કરોડ રૂપિયા થશે. જેમાંથી 80 ટકા રકમથી એન્યુટી ખરીદે છે તો તે વેલ્યુ લગભગ 93 લાખ રૂપિયા થાય છે. લમ્પ સમ વેલ્યુ પણ 23 લાખ રૂપિયા જેટલી થાય છે. એન્યુટી રેટ 8 ટકા હોય તો 60ની ઉંમર પછી દર મહિને 61 હજાર રૂપિયા લગભગ પેંશન આવશે. સાથે જ અલગથી 23 લાખ રૂપિયાનું ફંડ પણ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.