ખબર

એક એવી જગ્યા જ્યાં ફરવા માટે જઈ શકે છે ફક્ત કોરોના પોઝિટવ લોકો જ, જાણો તેની પાછળનું કારણ

કોરોનાની મહામારી જોત જોતામાં આખી દુનિયામાં ફેલાઈ ગઈ. લાખો લોકો તેનાથી સંક્રમિત થયા અને દુનિયાભરના પ્રવાસન સ્થળો પણ બંધ કરવાની ફરજ પડી. હાલમાં થોડા સમયથી પ્રવાસન સ્થળોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે એ બધા વચ્ચે એક એવો આઇલેન્ડ સામે આવ્યો છે જ્યાં ફક્ત અને ફક્ત કોરોનાથી રિકવર થઇ ગયેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. એટલે કે અહીંયા એજ પ્રવાસી આવી શકે છે જેમેને કોરોનાને માત આપી છે.

Image Source

મળતી માહિતી પ્રમાણે બ્રાઝિલમાં આવેલો ફર્નાન્ડો ડી નોરોન્હા નામનો આઇલેન્ડ ટુરિસ્ટ માટે છેલ્લા 5 મહિનાથી બંધ હતો. અને હવે જયારે ફરીથી શરૂ થયો છે તો કેટલીક નવી શરતો સાથે ખોલવામાં આવ્યો છે.

Image Source

આ આઇલેન્ડ ઉપર રોજના માર્યાદિત સંખ્યામાં જ પ્રવાસીઓને એન્ટ્રી આપવાની પરવાનગી આપવામાં આવી છે. સ્થાનીય અધિકારીઓનું કહેવું છે કે શરત પુરી કરવા વાળા પ્રવાસીઓ સપ્ટેમ્બરથી અહીંયા આવી શકે છે.

Image Source

અધિકારીઓએ જણાવ્યું કે “નવી શરત એટલા માટે રાખવામાં આવી છે કે આઇલેન્ડ ઉપર રહેવા વાળા બધા જ લોકોની સુરક્ષા નક્કી કરી શકાય. મુલાકાતીએ પોતાનો કોરોના વાયરસ પોઝિટિવ આવવાનો રિપોર્ટ સાથે લઈને આવવાનું રહશે.  રિપોર્ટ ઓછામાં ઓછા 20 દિવસ જૂનો હોવો જોઈએ. સાથે જ આઇલેન્ડ ઉપર આવવા માટે પર્યાવરણ સંબંધી ટેક્સ પણ ચૂકવવો પડશે.”

Image Source

આ આઇલેન્ડ પ્રાકૃતિક બીચ, સુંદર લીલોતરી, અને નેશનલ મરીન રિઝર્વ માટે ઓળખવામાં આવે છે. દુનિયાભરના પ્રવાસીઓ અહીંયા આવે છે. આ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.