શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, માણસના સારા ખરાબ કર્મોનું ફળ તે માણસને આપે છે. આ સમયમાં સૌને શનિદેવના પ્રકોપનો ભય હંમેશા સતાવતો હોય છે. ત્યારે શનિદેવને રીઝવવા માટે અપને નિત નવા પ્રયોગોનો આધાર લેતા હોઈએ છીએ છતાં પણ માથે આવેલી વિપત્તીને જોઈને એમ થાય છે કે આ શનિદેવનો જ પ્રકોપ હોઈ શકે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે અમે તમારી માટે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ એક એવો ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો. અહીંયા જણાવેલી 4 વસ્તુઓ જો શનિવારના દિવસે શનિદેવને અર્પણ કરવામાં આવે તો તમારી કિસ્મત બદલાઈ શકે છે.

ભૂરા રંગના ફૂલ કરો અર્પણ:
શનિદેવને ભૂરો રંગ અતિપ્રિય છે. શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો શનિદેવ પણ ભૂરા રંગના જ વસ્ત્રો પહેરે છે ત્યારે શનિદેવને અપરાજિતનું ફૂલ દર શનિવારે અર્પણ કરવું પણ લાભદાયક રહે છે કારણ કે આ ફૂલનો રંગ ભૂરો હોય છે.

તેલ ચઢાવી કરી શકો છો પ્રસન્ન:
દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. કહેવાય છે કે દર્દથી પીડાતા શનિદેવને હનુમાનદાદાએ તેલની માલિશ કરી હતી જેનાથી પ્રસન્ન થઈને શનિદેવે કહ્યું હતું કે “જે મારા ઉપર તેલ ચઢાવશે તેના ઉપર મારી કૃપા બની રહેશે.” આજે પણ ઘણા લોકો શનિવારના દિવસે શનિદેવના મંદિરે તેલનું દાન કરતા હોય છે ત્યારે તમે પણ દર શનિવારે જો તેલ ચઢાવશો તો તમારું પણ ભાગ્ય બદલાઈ શકે છે.

કાળા તલ છે લાભદાયક:
કાળો રંગ પણ શનિદેવને ખુબ જ પ્રિય છે. કાળા તલ શનિદેવને પ્રસન્ન કરવામાં ખુબ જ મહત્વનું કામ કરે છે જેના કારણે શનિદેવની પૂજામાં કાળા તલનો સમાવેશ થાય છે. તો તમે પણ જો શનિવારે કાળા તલ શનિદેવ સમક્ષ અર્પણ કરશો તો તેમની કૃપા તમારી ઉપર પણ વરસશે.

શ્રીફળ કરો અર્પણ:
હિન્દૂ ધર્મમાં કોઈપણ કાર્ય શ્રીફળ વગર ક્યારેય પૂર્ણ નથી થતું. તો શનિદેવના મંદિરે પણ દર શનિવારે શ્રીફળ ધરાવવામાં આવે તો શનિદેવની કૃપા સાથે તમારું ધાર્યું કામ પણ પૂર્ણ થઇ શકે છે.

તો આ રીતે દર શનિવારના દિવસે આ 4 વસ્તુઓ દ્વારા શનિદેવની પૂજા-અર્ચના કરશો તો તમારા ભાગ્યને તમે બદલી શકો છો. બસ શનિદેવમાં શ્રદ્ધા રાખીને આ કાર્ય કરવું તો ક્યારેય નિરાશા નહિ મળે.

બોલો જય શનિદેવ!!!
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.